બાબા સિદ્દીકી હત્યાકાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. જેની આશંકા હતી તેવુ જ થયુ. અત્યાર સુધી ચર્ચા હતી કે બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ હોઇ શકે. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. આ ગેંગના એક સભ્યએ ફેસબુક પર પોસ્ટ કરી છે. જે પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં શું ખુલાસો કરવામાં આવ્યો છે તે વિશે જાણીએ.


[[$googlead]]

શું લખ્યુ છે પોસ્ટમાં ?

બિશ્નોઈ ગેંગની એક વાયરલ ફેસબુક પોસ્ટમાં ઓમ જય શ્રી રામ, જય ભારત એમ લખીને કહેવામાં આવ્યું છે કે હું જીવનનો સાર સમજું છું, હું શરીર અને સંપત્તિને ધૂળ સમજું છું. મેં જે કર્યું તે સારું કામ હતું, મેં જે અનુસર્યું તે મિત્રતાનો ધર્મ હતો. વધુમાં કહ્યું કે સલમાન ખાન, અમે આ જંગ ઇચ્છતા ન હતા. પરંતુ તમે અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું. આજે જે બાબા સિદ્દીકની શાલીનતાની વાતો થઇ રહી છે તે સમયે દાઉદ સાથે મકોકા એક્ટ હેઠળ હતો. મૃત્યુનું કારણ અનુજ થાપન અને દાઉદને બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું. પોસ્ટમાં આગળ એમ પણ લખ્યું કે અમારી કોઈની સાથે દુશ્મની નથી. પરંતુ જે કોઈ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરશે તે પોત પોતાનો હિસાબ રાખી લે. અમારા કોઇ પણ ભાઇને કોઇ મારી નાંખશે તો અમે ચોક્કસપણે પ્રતિક્રિયા આપીશું. અમે ક્યારેય પહેલો હુમલો કર્યો નથી. જય શ્રી રામ જય ભારત.

[[$alsoread]]


સંદેશ ન્યૂઝ નથી કરતુ પુષ્ટિ 

હત્યાની કબૂલાત માટે સોશિયલ મીડિયા પર જે હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉપયોગ લોરેન્સ ગેંગે અગાઉ ક્યારેય કર્યો નથી. લોરેન્સ બિશ્નોઈની પેટર્ન એવી રહી છે કે અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અથવા ગેંગના કોઈ મજબૂત સભ્ય આવી પોસ્ટ મૂકીને જવાબદારી લે છે. તપાસને ડાયવર્ટ કરવા માટેનુ પણ આ કામ હોઇ શકે છે. જો કે સંદેશ ન્યૂઝ આવી પોસ્ટની કોઇ પુષ્ટિ કરતું નથી.

શનિવારે રાત્રે થઇ હત્યા

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બનેલી આ ઘટના બાદ તરત જ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

  • Follow us on: