બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ હતું. બાબા સિદ્દીકી લગભગ 48 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને અજિત પવારના જૂથની એનસીપીમાં જોડાયા હતા. ત્યારે ગઇકાલે એનસીપી લીડરની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકારણથી લઇને બોલિવૂડમાં શોકની લાગણી ફરી વળી છે.


[[$googlead]]

સલમાન ખાનના ઘરે વધારી સુરક્ષા

કહેવામાં આવી રહ્યુ છે કે આરોપીઓ લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા છે. હાલ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોની તપાસ ચાલી રહી છે. યુપીનો રહેનારો આરોપી શિવકુમાર ફરાર છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇને અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પહેલેથી જ લોરેન્સ બિશ્નોઇ ગેંગના નિશાને રહ્યા છે. ત્યારે આવી ઘટનાને પગલે સતર્કતાને ભાગરૂપે આ પગલુ ભરવામાં આવ્યું છે.

[[$alsoread]]

ત્રીજા આરોપીની થઇ ઓળખ 

આ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ત્રીજા શૂટરની પણ ઓળખ કરી લીધી છે. તેનું નામ શિવકુમાર હોવાનું કહેવાય છે. તે યુપીનો રહેવાસી હોવાનું પણ કહેવાય છે. અગાઉ પોલીસે બે શૂટરોના નામ જાહેર કર્યા હતા. પ્રથમ શૂટરની ઓળખ હરિયાણાના કૈથલના ગુરમેલ બલજીત સિંહ તરીકે થઈ હતી. જ્યારે બીજાની ઓળખ ઉત્તર પ્રદેશના ધરમરાજ કશ્યપ તરીકે થઈ છે.


સલમાન ખાનના ઘર પર થયુ હતું ફાયરિંગ 

મહત્વનું છે કે બાબા સિદ્દીકી અને સલમાન ઘણા સારા મિત્રો છે. સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેના પરિવારને મળ્યો હતો. સલમાન ખાન પહેલાથી જ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે અને હવે NCP નેતાની હત્યા બાદ સંદેશ સ્પષ્ટ છે કે બાબા સિદ્દીકીની હત્યા થઈ છે પરંતુ સલમાન ખાન ડરી ગયો છે. મુંબઈ પોલીસે આ કેસની ઝડપથી તપાસ શરૂ કરી દીધી છે. સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ ગેંગના શૂટરે તેના ઘરે પણ ગોળીબાર કર્યો હતો.


  • Follow us on: