ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બારૌતમાં આયોજિત જૈન નિર્વાણ મહોત્સવમાં દુખદ ઘટના બની. જેમાં પાંચ લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ સ્ટેજ તૂટી પડતાં બે ડઝનથી વધુ પુરુષો અને મહિલાઓ ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ભારે પોલીસ બંદોબસ્ત સાથે એસપી અને એડિશનલ એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જૈન સમુદાયની હાજરીમાં ભગવાન આદિનાથના નિર્વાણ માટે લાડુ ચઢાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.


[[$googlead]]

આ દુ:ખદ અકસ્માત બારૌત શહેરના કોતવાલી વિસ્તારમાં ગાંધી રોડ પર બન્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ડીએમ અસ્મિતા લાલ અને એસપી અર્પિત વિજયવર્ગીય હોસ્પિટલો પહોંચીને ઘાયલો વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. મહત્વનું છે કે આ કાર્યક્રમ બારૌતના જૈન કોલેજ મેદાનમાં ચાલી રહ્યો હતો. 

[[$alsoread]]

65 ફૂટ ઊંચો હતો સ્ટેજ

મળતી માહિતી મુજબ શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનાવેલા માન સ્તંભનો સ્ટેજ તૂટી પડવાથી 7 લોકોના મોત થયા છે. બીજા ઘણા લોકો ઘાયલ થયા છે. આજે નિર્વાણ મહોત્સવ અંતર્ગત અહીં એક ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો હતો. જે માટે 65 ફૂટ ઊંચો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. તેની સીડીઓ તૂટી ગઈ હતી. આ કારણે સ્ટેજ એકદમ જ પડી ગયો. ઘણા ભક્તો તેની નીચે દટાઈ ગયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

સીએમ યોગીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

તો આ ઘટનાની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપી છે. આ સાથે તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

વધારે વજનને કારણે તૂટી પડ્યો સ્ટેજ 

આ અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે 65 ફૂટ ઊંચો લાકડાનો સ્ટેજ બનાવેલો હતો. જેની પર ભગવાનની 4-5 ફૂટ ઊંચી પ્રતિમા મૂકેલી હતી. ભક્તો ભગવાન સુધી પહોંચવા માટે સીડીઓ ચઢીને પહોંચી રહ્યા હતા. તે દરમિયાન વજન વધી જવાને કારણે આખુ માળખુ જ તૂટી પડ્યુ, લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. ઘણા લોકો દબાઇ ગયા હતા. તો કોઇ પોતાનો જીવ બચાવવા અહીં ત્યાં દોડી રહ્યા હતા


  • Follow us on: