• BSPના સાંસદ દાનિશ અલી પક્ષમાંથી સસ્પેન્ડ
  • યુપીના અમરોહાથી સાંસદ છે દાનિશ અલી
  • પક્ષવિરોધી કામ કરવા બદલ સસ્પેન્ડ
બહુજન સમાજ પાર્ટી (BSP) એ તેના સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. BSP સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં દાનિશ અલી જે રીતે કોંગ્રેસની સાથે ઉભેલા જોવા મળ્યા હતા તેને કારણે આ કાર્યવાહી થઇ હોવાનું સૌથી મોટું કારણ બની ગયું છે.

આ હોઇ શકે કારણ

બસપાએ ઘણી વખત દાનિશ અલીને સૂચના આપી હતી અને કહ્યું હતું કે પાર્ટી તેમના મુદ્દા પર તેમની સાથે છે, તેમ છતાં દાનિશ અલી સતત કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી તેમની સાથે ઉભી હતી. તેમને સસ્પેન્ડ કરવાનું આ સૌથી મોટુ કારણ હોઇ શકે છે.


આ કારણોસર આવ્યા હતા ચર્ચામાં

રમેશ બિધુડી સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે ગુરુવારે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા પર બોલી રહ્યા હતા. ત્યારે બીએસપી સાંસદ દાનિશ અલીએ કેટલીક ટિપ્પણી કરી હતી અને રમેશ બિધુડી ગુસ્સે થઈ ગયા હતા. તેમણે લોકસભામાં દાનિશ અલી વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ બાબતે તેમણે રમેશ બિધૂડી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

  • Follow us on: