પેકેજ ફૂડ ઉપર કરાતા ફૂડ લેબલ, પેકેજિંગ અને પ્રમોશનલ સામગ્રી પરના 100%નો દાવો કરવાનું બંધ કરવાના નિર્દેશ અપાયા છે. લોભામણી જાહેરાતો કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા, અસ્પષ્ટ અને ખોટી વ્યાખ્યાનો ભોગ બનેલા ગણાવ્યા છે.
નોંધનીય છે કે, હાલમાં કેટલીક ઉત્પાદન કંપનીઓ FSSAI કાનૂની વિવાદમાં છે. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, ગ્રાહકો સાથે હવે છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં, પેકેજ્ડ ફૂડ પરની દરેક વાત સાચી રીતે જણાવવાની રહેશે. માત્ર દાવા કરવાના રહેશે નહીં. સરકાર હવે પેકેજ્ડ ફૂડ કંપનીઓ પર નજીકથી નજર રાખી છે.
100% શબ્દ કોઈપણ રીતે વ્યાખ્યાયિત નથી
28 મેના કાઉન્સેલિંગમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ જણાવ્યું હતું કે "ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ 100% શબ્દ કોઈપણ રીતે વ્યાખ્યાયિત અથવા સંદર્ભિત નથી. ઘણી બ્રાન્ડ્સ ચોકલેટ, ચા, મધ, બિસ્કિટ અને પ્રોટીન પાવડર જેવા ઉત્પાદનો વેચે છે. જેમાં 100% ખાંડ મુક્ત, બાજરી, ઓટ્સ સાથે વગેરે જેવા શબ્દો કે વાક્યો લખતા હોય છે. જે યોગ્ય નથી.
દાવાઓ સાચા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ હોવા જોઈએ
FSSAI મુજબ, હવેના નિયમોમાં 100 % દાવા અને આવી જાહેરાતો સામે સખત પ્રતિબંધ રહેશે. આવી જાહેરાત કે દાવાઓથી અન્ય કંપનીઓને નબળી પાડે છે અથવા ગ્રાહકને ગેરમાર્ગે દોરે છે. દાવાઓ "સાચા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ હોવા જોઈએ, ગેરમાર્ગે દોરનારા નહીં, પૂરી પાડેલી માહિતી ગ્રાહકોને સમજવામાં મદદ તે રીતની હોવી જોઈએ.
100% ફળોના રસ જેવા શબ્દો દૂર કરાવ્યા
ખાદ્ય નિયમનકારે 2024 ના મધ્ય સુધીમાં એક સૂચના અપાઈ હતી. જેમાં કંપનીઓને લેબલ્સ અને જાહેરાતોમાંથી "100% ફળોના રસ" જેવા દાવાઓ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  • Follow us on: