• ઓચિંતી તપાસ દરમિયાન જેલમાં ગંભીર ગેરરીતિઓ ધ્યાને આવી
  • જેલની અંદર ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી
  • મુખ્તાર અંસારીની મહેમાનગતી કરનાર જેલના ડેપ્યુટી જેલર સસ્પેન્ડ

બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની મહેમાનગતી કરનાર જેલના ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર મુખ્તારને વિશેષ સુવિધાઓ આપવાનો આરોપ છે. બાંદા જેલના ડેપ્યુટી જેલર વિરેશ્વર પ્રતાપ સિંહ પર તપાસ કરવા ગયેલી ટીમે ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.

બાંદા જેલના ડેપ્યુટી જેલર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાંદા જેલમાં તપાસ કરવા ગયેલા ડીએમ દ્વારા ગેરરીતિઓ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી, ડેપ્યુટી જેલર વીરેશ્વર પ્રતાપ સિંહે બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારી પ્રત્યે નરમ વલણ અપનાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે મંડલ જેલની તપાસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાંદા જિલ્લાના ડીએમ અને એસપીએ મંગળવારે રાત્રે બાંદા જેલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

શા માટે થઇ કાર્યવાહી

ઓચિંતી તપાસ દરમિયાન જેલમાં ગંભીર ગેરરીતિઓ ધ્યાને આવી હતી. જે બાદ ડેપ્યુટી જેલર વિરેશ્વર પ્રતાપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ જિલ્લા સરકારે વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર તરફથી પત્ર લખ્યા બાદ સરકારે આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાસનને જેલની અંદર ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.

તમને જણાવી દઈએ કે યોગી સરકાર મુખ્તાર અન્સારી પર સતત પોતાની પકડ મજબૂત કરી રહી છે. તાજેતરમાં જ સરકારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને માંગણી કરી હતી કે તેમને બહારનું ભોજન ન આપવું જોઈએ. હાલમાં પૂર્વ ધારાસભ્યને બહારનું ભોજન આપવામાં આવી રહ્યું છે, જેનો અગાઉ કોર્ટે આદેશ આપ્યો હતો.


  • Follow us on: