• રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન
  • બાંગ્લાદેશની પરિસ્થિતિ પર નજર : વિદેશ મંત્રી 
  • બાંગ્લાદેશમાં મંદિરો પર પણ હુમલો: વિદેશ મંત્રી 

વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશ હિંસા અંગે બોલી રહ્યા છે. બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંસા થઈ હતી. રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ભારત સતત ચાપતી નજર રાખી રહી છે. બાંગ્લાદેશમાં હિસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તત્વોએ મંદિરો પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.

ભારત બાંગ્લાદેશ સંકટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશની કટોકટી અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં ભારત વતી પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એસ જયશકરે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખૂબ જ મજબૂત છે. વિરોધનો એકમાત્ર એજન્ડા બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવવાનો હતો. જયશંકરે કહ્યું કે શેખ હસીનાએ ભારત આવવાની પરવાનગી માંગી હતી. 

[[$googlead]]

શેખ હસીનાને સત્તા પરથી હટાવવાનો એકમાત્ર એજન્ડો હતો: એસ.જયશંકર

[[$alsoread]]

વિદેશ મંત્રીએ કહ્યું કે પ્રદર્શનકારીઓનો એકમાત્ર એજન્ડા શેખ હસીનાને સત્તા પરથી હટાવવાનો હતો. શેખ હસીનાએ થોડા સમય માટે ભારતમાં રહેવાની વિનંતી કરી હતી. હિંસા બાદ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે.

ભારત સરકાર આર્મી ચીફના સંપર્કમાં: એસ.જયશંકર

તેમણે કહ્યું કે ભારત સરકાર આર્મી ચીફના સંપર્કમાં છે. અમે આશા રાખીએ છીએ કે જે સરકાર હવે પ્રભારી છે તે ભારતીય હાઈ કમિશન અને અમારા લોકોને સુરક્ષા પ્રદાન કરશે. જ્યારે જયશંકર રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે ઢાકાના હિંદુ સમુદાયના નેતાએ કહ્યું કે તેમના વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે.

એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું-બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે

વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશ હિંસા અંગે બોલી રહ્યા છે. બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંસા થઈ હતી.

સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે: જયશંકર

સર્વપક્ષીય બેઠકને સંબોધિત કરતી વખતે, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે કહ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિ એટલી ચિંતાજનક નથી કે હિંસાગ્રસ્ત દેશમાંથી 12,000-13,000 ભારતીયોને બહાર કાઢવાની જરૂર છે. જયશંકર આજે રાજ્યસભા અને લોકસભામાં પણ આ મુદ્દે બોલવાના છે. તેમણે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર વિરોધી દેખાવોના કારણે બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછીની સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે.

બાંગ્લાદેશની સ્થિતિ મુદ્દે એસ.જયશંકરે શું કહ્યું?

  • બાંગ્લાદેશની પરિસ્થિતિ પર નજર
  • બાંગ્લાદેશ ભારત સીમા પર એલર્ટ
  • બાંગ્લાદેશમાં જુલાઇથી હિંસા થઇ
  • બાંગ્લાદેશમાં મંદિરો પર પણ હુમલા થયા
  • SCના આદેશ બાદ પણ લોકોનો ગુસ્સો શાંત ન થયો
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો થયો
  • બાંગ્લાદેશમાં પોલીસ ઉપર હુમલો
  • હિંસા બાદ શેખ હસીનાએ રાજીનામું આપ્યું
  • શેખ હસીનાએ ભારત આવવા મંજૂરી માંગી હતી
  • અમે ઢાકા પ્રશાસનના સંપર્કમાં છીએ
  • ભારત - બાંગ્લાદેશના સંબંધો મજબૂત

રાજ્યસભામાં બોલ્યા બાદ હવે વિદેશ મંત્રી એસ જયશંકર લોકસભામાં બાંગ્લાદેશ મુદ્દે પોતાના વિચારો રજૂ કરશે. તે જાણીતું છે કે મંગળવારે સવારે જયશંકરની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. આ સાથે સંસદીય કાર્ય મંત્રીએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

બાંગ્લાદેશ ભારતનો ખાસ પાડોશી દેશ છે: જયશ્કર

વિદેશ મંત્રી એસ જયશંકરે બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે રાજકીય પક્ષોને માહિતી આપી હતી. જયશંરે કહ્યું કે બાંગ્લાદેશ ભારતનો ખાસ પાડોશી દેશ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સારા રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી છે. તે અહીંથી બ્રિટન અથવા અન્ય કોઈ દેશમાં જઈ શકે છે.

હિંદુ લઘુમતીઓના વ્યાપારી સંસ્થાઓ અને મંદિરો પર હુમલા થયા છેઃ જયશંકર

વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશની રાજનીતિમાં એક મોટું અને ઊંડું વિભાજન અને ધ્રુવીકરણ થયું છે. અમે સ્થિતિ સામાન્ય થવાની આશા રાખીએ છીએ. અમારી સરહદો પર સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને એલર્ટ પર છે. બાંગ્લાદેશમાં લગભગ 18 હજાર ભારતીયો હતા, જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. અત્યારે ત્યાં 12 થી 13 હજાર લોકો છે. હિંદુ લઘુમતીઓના વ્યાપારી સંસ્થાઓ અને મંદિરો પર હુમલા થયા છે અને આ સૌથી ચિંતાજનક બાબત છે. અમે ઢાકા પ્રશાસનના સંપર્કમાં છીએ અને તેમને અમારા રાજદૂતો અને હિન્દુ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.

શેખ હસીના અંગે ભારતનું વલણ શું છે?

શેખ હસીના અંગે ભારતનું વલણ શું છે? જો બાંગ્લાદેશમાં માર્શલ લૉ લાગુ થશે તો ભારત તેનો સામનો કેવી રીતે કરશે? બાંગ્લાદેશની અસ્થિરતાની ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? ચીન અને પાકિસ્તાનની ભૂમિકા શું હશે? વિદેશ મંત્રી એસ જયશંકર આ બધા અંગે રાજકીય પક્ષોને માહિતી આપી શકે છે.

બાંગ્લાદેશની સ્થિતિ પર વિદેશ મંત્રી સંસદમાં જવાબ આપશે

બાંગ્લાદેશમાં બળવાને લઈને સંસદમાં કોઈપણ નિવેદન આપતા પહેલા મોદી સરકાર તમામ પક્ષોને વિશ્વાસમાં લેવા માંગે છે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની સ્થિતિ પર લોકસભામાં નિવેદન આપવા જઈ રહ્યા છે.

  • Follow us on: