- વ્યાજ દરમાં વધારા છતાં ધિરાણની માંગમાં જબરદસ્ત ઉછાળો
- બેન્ક ક્રેડિટ રૂ. 1.14 લાખ કરોડ વધીને રૂ. 140.08 લાખ કરોડ પર પહોંચી
- રૂ. 2,000ની અડધોઅડધ નોટો પાછી આવી
રિઝર્વ બેન્ક દ્વારા બજારમાં ફરતી રૂ. 2,000ની ચલણી નોટો પાછી ખેંચી લેવામાં આવ્યા પછી 2 જૂન 2023માં રોજ પૂરા થયેલા પંદર દિવસનાં ગાળામાં બેન્ક ડિપોઝિટ્સમાં જબરદસ્ત વધારો થયો છે. પંદર દિવસ અગાઉ બેન્ક ડિપોઝિટ્સ રૂ. 187.02 લાખ કરોડ પર પહોંચી છે જે અગાઉ 3.26 લાખ કરોડની હતી. આમ બેન્કિંગ સિસ્ટમમાં કરોડોનું નાણું પાછું આવ્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, 19 મે 2023નાં રોજ પૂરા થતા 15 દિવસમાં બેન્ક થાપણોમાં રૂ. 59,623 કરોડનો ઘટાડો થયો હતો અને તે રૂ. 183.74 લાખ કરોડ રહી હતી. આ ગાળામાં વાર્ષિક ધોરણે જવાબદારીઓ વધીને 11.8 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉ 9.3 ટકા હતી.
રૂ. 2,000ની અડધોઅડધ નોટો પાછી આવી










