• પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક
  • પંજાબ સરકારે કરી મોટી કાર્યવાહી
  • ભટીંડાના SPને કરાયા સસ્પેન્ડ
પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબ સરકારે કાર્યવાહી કરી છે. પંજાબ પોલીસે ભટિંડાના એસપી ગુરવિંદર સિંહ સાંગાને સસ્પેન્ડ કરી દીધા છે. પંજાબના ગૃહ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પંજાબના ફિરદૌસપુરની મુલાકાત લીધી હતી. તે સમયે તેની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી. આ મામલે છેલ્લા દોઢ વર્ષથી તપાસ ચાલી રહી હતી. આ તપાસમાં તત્કાલિન એસપી ઓપરેશન ગુરવિંદર સિંહને દોષી જોવા મળ્યા હતા જે બાદ તેઓને સસ્પેન્ડ કરાયા.

સસ્પેન્શનનો સમયગાળો ભટીંડામાં વિતાવશે
રિપોર્ટ અનુસાર એસપી ગુરવિંદર સિંહ સાંગા વિરુદ્ધ આ કાર્યવાહી ગૃહ વિભાગના સચિવ ગુરુ કૃપાલ સિંહના આદેશ બાદ કરવામાં આવી છે. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે એસપી સાંગાએ ડીજીપી પંજાબની ઓફિસમાં રિપોર્ટ કરવો પડશે ઉલ્લેખનીય છે કે સાંગા હાલમાં ભટિંડાના એસપી પદ પર તૈનાત છે. હવે સસ્પેન્ડ થયા બાદ તેમણે ડીજીપી ઓફિસ પંજાબમાં રિપોર્ટ કરવો પડશે. તેઓ પરવાનગી વગર ઓફિસની બહાર નીકળી શકશે નહીં. મતલબ કે હવે તેમનો સમય ડીજીપી ઓફિસમાં જ પસાર થશે. હવે તે ભટિંડા છોડીને તરત જ ડીજીપી ઓફિસ પહોંચશે અને ત્યાં સસ્પેન્શનનો સમયગાળો વિતાવશે.
  • Follow us on: