- અયોધ્યામાં આવનારા ભક્તોને લઇને જિલ્લા પ્રશાસન સજ્જ
- શ્રદ્ધાળુઓ માટે શરૂ કરાશે બેટરી સંચાલિત વાહનો
- જિલ્લા અધિકારી દ્વારા બેટરી સંચાલિત વાહનોનો કરશે શુભારંભ
અયોધ્યા રામ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા સુવિધા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર જિલ્લા અધિકારી દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેટરી સંચાલિત વાહનોનો શુભારંભ થશે.
બેટરી સંચાલિત વાહનોની સુવિધા
મહત્વનું છે કે રામ મંદિરનું નિર્માણ થાય તેની રાહ જોવાઇ રહી છે. રામ લલ્લાના દર્શન કરવા દેશવાસીઓ આતુર છે. અયોધ્યામાં આવનાર શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તે માટે જિલ્લા પ્રશાસન પણ સક્રીય કામગીરી કરી રહ્યું છે. ત્યારે જિલ્લા અધિકારી શ્રદ્ધાળુઓ માટે બેટરી દ્વારા સંચાલિત વાહનોનો શુભારંભ કરશે. બેટરી સંચાલિત વાહનો કેવા હશે તેના દ્રશ્યો સામે આવ્યા છે.
કેવી હશે રામલ્લાની મૂર્તિ ?
શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાન મોદીના મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક થશે. ગર્ભગૃહમાં બે મૂર્તિઓ હશે. એક મૂર્તિમાં શ્રી રામ પાંચ વર્ષના બાળક તરીકે દેખાશે. બાળપણની મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ હશે. બીજી મૂર્તિમાં રામલલ્લા તેમના વર્તમાન સ્વરૂપમાં જોવા મળશે. જે મૂર્તિ હવે રામ મંદિરમાં છે, એ જ રામલલ્લા હતા જે સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર હતા. દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે શ્રી રામની મૂર્તિ પર સૂર્યના કિરણો ચમકશે. આ માટે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સ્ટાઇલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
10 હજાર સંતોને આમંત્રિત કરવામાં આવશે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે સમારોહમાં લગભગ દસ હજાર અતિ વિશેષ આમંત્રિતો હશે. રામ મંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા સાધુ-સંતોને ખાસ આમંત્રિત કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અભિષેક સમારોહ પછી દરરોજ 1.25 લાખથી વધુ ભક્તો રામલલ્લાના દર્શન કરવા આવશે. આ અંદાજ મુજબ મંદિરમાં સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
પીએમ 26 જાન્યુઆરીના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે સમારોહમાં હાજરી આપશે તેની માહિતી પીએમઓ તરફથી આવી નથી. શક્ય છે કે પીએમ મોદી 20 થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈપણ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી શકે. કારણ કે તે પછી પીએમ 26 જાન્યુઆરીના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.









