- દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસો પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા
- અમારો તપાસમાં સંપૂર્ણ સહયોગ અને આશા છે કે આ મામલો જલદી ઉકેલાઈ જશે: BBC
- BBC ગુજરાત રમખાણો પરની તેની ડોક્યુમેન્ટ્રીને કારણે વિવાદોમાં
દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસો પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. મંગળવારે સવારે ઈન્કમટેક્સ દ્વારા કંપનીની બંને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્કમટેક્સ દ્વારા ઈન્ટરનેશનલ ટેક્સમાં થયેલી ગેરરીતિઓને લઈને આ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પર કંપની તરફથી પહેલું નિવેદન સામે આવ્યું છે. BBCએ માત્ર એટલું જ કહ્યું છે કે, તે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે સાથે જ અમને આશા છે કે આ મામલો જલદી ઉકેલાઈ જશે.
BBC ગુજરાત રમખાણો પરની ડોક્યુમેન્ટ્રીને કારણે વિવાદોમાં
BBCએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આવકવેરા ટીમ હજુ પણ ઓફિસમાં હાજર છે અને અમારી તરફથી સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે, આ મામલો જલદી ઉકેલાઈ જશે. હવે આવકવેરા વિભાગ ચોક્કસપણે આ સમગ્ર કાર્યવાહીને ટેક્સની ગેરરીતિઓ સાથે જોડી રહ્યું છે પરંતુ હાલમાં BBC ગુજરાત રમખાણો પરની તેની ડોક્યુમેન્ટ્રીને કારણે વિવાદોમાં ચાલી રહી છે. તેથી આ દરોડાના સમયને લઈને વિપક્ષ દ્વારા ઘણા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. તેઓ તેને લોકશાહીની હત્યા પણ ગણાવી રહ્યા છે.
કોંગ્રેસે કહ્યું- અઘોષિત ઈમરજન્સી
તો બીજી તરફ કોંગ્રેસે ITની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે. અઘોષિત કટોકટી.
બીબીસીનો ઈતિહાસ ભારતને કલંકિત કરે છે: ગૌરવ ભાટિયા
સપાના વડા અખિલેશ યાદવે તેને વૈચારિક કટોકટી ગણાવી છે અન્ય વિપક્ષી નેતાઓ પણ તેને વાણી સ્વાતંત્ર્ય પર સરકારના નિશાન તરીકે માની રહ્યા છે. હવે વિપક્ષનું આ સ્ટેન્ડ છે પરંતુ ભાજપે ખુદ બીબીસીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. તેમને સૌથી ભ્રષ્ટ કંપની પણ કહેવામાં આવી છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, બીબીસીનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા સાથે મળીને કામ કરી રહ્યા છે. બીબીસીનો ઈતિહાસ ભારતને કલંકિત કરી રહ્યો છે. ઈન્દિરા ગાંધીએ બીબીસી પર પ્રતિબંધ મૂક્યો હતો. બીબીસીએ તેના રિપોર્ટિંગ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીને કરિશ્માવાદી યુવા આતંકવાદી ગણાવ્યો હતો. બીબીસીએ પણ હોળીના તહેવાર પર ટિપ્પણી કરી હતી. આટલું જ નહીં બીબીસીએ મહાત્મા ગાંધી પર પણ પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી આ ઉદાહરણો ખૂબ જ મહત્વપૂર્ણ છે.









