- બાથરૂમમાં સ્નાન કરતી વખતે મહિલાનું મોત થયું
- ગીઝર ચાલુ રહેવાથી ઝેરી ગેસ બન્યો
- મહીલાનું શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યું
બાથરૂમમાં સ્નાન કરતી વખતે સેક્ટર-29માં મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. બાથરૂમમાં એલપીજી ગીઝર લગાવેલું હતું. આશંકા છે કે ગીઝર ચાલુ રહેવાના કારણે બાથરૂમમાં ઝેરી ગેસ બન્યો હતો. જેના કારણે શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યું હતું. પોલીસે 3 ડોક્ટરે બોર્ડમાંથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બિસરાને સુરક્ષિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમના વિગતવાર રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. મહિલાનું નામ રૂચા સ્નેહલ હતું. તે અહીં સેક્ટર-28માં પરિવાર સાથે રહેતી હતી. રૂચા શહેરની એક જાણીતી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતી હતી.










