- કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કોઈ ચા વેચનાર ક્યારેય પીએમ ન બની શકે
- ઈતિહાસમાં પ્રથમ વખત દેશના પીએમ બનવાનું યુવાનોનું સ્વપ્ન
- દેશના મતદારોએ કોંગ્રેસ પાર્ટીનો ઘમંડ 2013માં તોડી નાખ્યો હતો
વિકસીત ભારત એમ્બેસેડર્સ નારી શક્તિ કોન્કલેવ દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ઈતિહાસમાં પ્રથમ વખત દેશના વડાપ્રધાન બનવું એ હવે યુવાનોમાં લોકપ્રિય મહત્ત્વકાંક્ષા અને આકાંક્ષા બની ગઈ છે.
જો તમે કોઈ ચોક્કસ પરિવારમાંથી આવતાં હોવ તો તમે ભાવિ નેતા બનો
પહેલાં એવું માનવામાં આવતું હતું કે, જો તમે કોઈ ચોક્કસ પરિવારમાંથી આવતાં હોવ, કે તમારો જન્મ કોઈ ચોક્કસ પરિવારમાં થયો હોય ત્યારે જ નક્કી થઈ જતું કે તમે ભાવિ નેતા બનશો. 2013માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે, ચા વેચનાર ક્યારેય પીએમ ન બની શકે. વધુમાં સ્મૃતિ ઈરાની કહ્યું કે, મેં કોંગ્રેસ પાર્ટીનો ઘમંડ જોયો છે અને તે ઘમંડ દેશના મતદારોએ તોડી નાખ્યો છે.
દહેરાદુનમાં નારી શક્તિ મહોત્સવ 2024 યોજાયો
'નારી શક્તિ' મહોત્સવ-2024માં, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "આજે અહીં રૂ. 1000 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેહરાદૂનમાં પણ તેની આસપાસના વિસ્તારોમાં પણ... વિકસિત ઉત્તરાખંડના સપનાને સાકાર કરવા માટે મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે."