દેશની મોટી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને એક મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને 2323 કરોડનો ઓર્ડર ભારતીય નૌસેના તરફથી મળ્યો છે. આ ઓર્ડર મુંબઈની મઝગાંવ ડોક લિમિટેડ અને કલકત્તાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ તરફથી મળ્યો છે. જેમાં BEL ભારતીય નૈસેનાના જહાજો પર લાગેલી મિસાઈલ સિસ્ટમ માટે જરૂરી સ્પેર પાર્ટ્સ સપ્લાય કરશે. 

આ સ્પેર પાર્ટ્સ જહાજોપર હાજર જરૂરી ઉપકરણોને યોગ્ય રીતે અને સતત કામ કરતા રાખવામાં મદદ કરશે. BELનો આ ઓર્ડર મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં એક મજબૂત પ્રયાસ છે. રક્ષા વિભાગમાં ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ સતત મોટા કર્યો કરી રહી છે. 

BELએ બનાવ્યું આકાશ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ

પહેલગામ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં આકાશ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમે મહત્વનો ભાગ ભજવ્યો છે. આ મિસાઈલે પાકિસ્તાનમાં તબાહી મચાવી હતી. આકાશ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમને BELએ બનાવી છે. 

ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ રક્ષા મંત્રાલય દ્વારા ચાલતી એક સાર્વજનિક કંપની છે. BELરક્ષા ઈલેક્ટ્રોનિક્સ અને અતિઆધુનિક ટેકનોલોજીના વિકાસ અને ઉત્પાદન માટે કામ કરે છે. તેની સ્થાપના 1954માં બેંગલુરુમાં થઈ હતી.