ભારતની સિલિકોન વેલી બેંગ્લુરુની શેરીઓમાં બોટ ફરી રહી છે. કારણ કે ગઇકાલે વરસેલા ધોધમાર વરસાદને પાણી પાણી જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. પાણી ભરાવાને કારણે ઘણા રસ્તાઓ બંધ છે અને વહીવટીતંત્રે લોકોને બચાવવા માટે રસ્તાઓ પર બોટ શરૂ કરી છે.


[[$googlead]]

એક મહિલાનું મોત થયું હતું

ભારે વરસાદને કારણે બેંગલુરુના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પરિણામે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. બેંગ્લોર ટ્રાફિક પોલીસના નોર્થ ઈસ્ટર્ન ઝોનના એસીપીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લોકોને કોગિલુ જંક્શનથી આઈએએફ તરફ જતો રસ્તો બંધ કરવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે 'પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ છે અને ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

[[$alsoread]]

ફ્લાઇટ પડી મોડી, શાળા કોલેજોમાં રજા

મળતી માહિતી મુજબ બેંગ્લુરુના ગ્રામીણ વિસ્તારોમાં આજે સવાર સુધીમાં 176 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે બેંગ્લુરુ શહેરી વિસ્તારમાં 157 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ગ્રેટર બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પ્રત્યે તેમની નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રશ્નો ઉઠાવ્યા. ભારે વરસાદના કારણે બેંગલુરુમાં ફ્લાઈટ સેવા પણ પ્રભાવિત થઈ હતી. સોમવારે રાત્રે 20 થી વધુ ફ્લાઇટ સેવાઓ મોડી પડી હતી. ભારે વરસાદને કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ અને દિલ્હીથી ઈન્ડિગોની ચાર ફ્લાઈટ ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી તેમજ શહેરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.


  • Follow us on: