• આઠ દિવસ પછી, બેંગલુરુનું રામેશ્વરમ કાફે ગ્રાહકો માટે ફરી ખુલ્યું
  • કાફેમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી
  • સિક્યોરિટી ચેકિંગ વધારી દેવામાં આવ્યું

વિસ્ફોટના આઠ દિવસ પછી, બેંગલુરુનું રામેશ્વરમ કાફે ગ્રાહકો માટે ફરી ખુલ્યું છે. ફરી કોઇ દુર્ઘટના ન થાય તે માટે કાફેમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સિક્યોરિટી ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે અને ચેકિંગ બાદ જ ગ્રાહકોને કાફેમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 1 માર્ચના રોજ બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે

વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા હતા

[[$googlead]]

રામેશ્વરમ કેફેના સહ-સ્થાપક રાઘવેન્દ્ર રાવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે અમે અનેક પગલાં લઈ રહ્યા છીએ. અમે અમારી સુરક્ષા ટીમને મજબૂત બનાવી રહ્યા છીએ. તેઓ તેમની સુરક્ષા ટીમને નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ દ્વારા તાલીમ અપાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં એક શકમંદની શોધ ચાલી રહી છે. કાફેમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા, જેમાં કાફેના કર્મચારીઓ અને ગ્રાહકો બંનેનો સમાવેશ થાય છે. NIA આ મામલે તપાસ કરી રહી છે. બ્લાસ્ટનો શકમંદ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. NIAએ શકમંદ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. વિસ્ફોટ પછી તરત જ કર્ણાટક પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો.

[[$alsoread]]

આ વિસ્ફોટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

કેફેમાં વિસ્ફોટ શંકાસ્પદ દ્વારા રાખવામાં આવેલી બેગને કારણે થયો હતો. આ વિસ્ફોટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. લોકસભાની ચૂંટણી પહેલા વેપારી દુશ્મનાવટ, આતંકવાદ અને ભય ફેલાવવા સહિત તમામ સંભવિત એંગલથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

  • Follow us on: