- સરકારી ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયો
- રિપોર્ટ્સ અનુસાર દેશમાં અંગદાનના મામલે મહિલાઓ આગળ છે
- દરેક પાંચ અંગદાનમાંથી ચાર મહિલાઓ કરે છે
વર્ષ 1995થી 2021 દરમિયાન મૃતક અને જીવંત ડોનર દ્વારા દાન કરાયેલાં 36640 અંગદાનમાંથી 80 ટકા કરતાં વધારે અંગદાન પુરુષોએ મેળવ્યું હતું તેમ શુક્રવારે લોકસભામાં એક લેખિત જવાબમાં પ્રસ્તુત કરવામાં આવેલા સરકારી ડેટામાં જણાવાયું હતું. રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય મંત્રી એસપી સિંહ બધેલે જણાવ્યું હતું કે આ ગાળા દરમિયાન કુલ ટ્રાન્સપ્લાન્ટમાંથી 29695 અંગદાન પુરુષોએ મેળવ્યા હતાં અને 6945 અંગદાન મહિલાઓએ મેળવ્યા હતાં કે જે 4:1નો રેશિયો દર્શાવે છે. જો કે આ આંકડામાં જણાવાયું છે કે 2019માં ચિત્ર થોડું બદલાયું હતું કે જ્યારે કુલ અંગદાનમાંથી 27.6 ટકા અંગદાન મહિલાઓએ મેળવ્યું હતું અને 2022માં તે આંકડો 30 ટકાનો હતો. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સાંસદ કુરુવા ગોરન્ટલા માધવે પુછેલા એક સવાલના જવાબમાં સરકારે આ ડેટા જાહેર કર્યા હતાં. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે દેશમાં દર પાંચમાંથી ચાર અંગદાન પુરુષ મેળવે છે ત્યારે આ લેંગીક અસમાનતાને દુર કરવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે? કેન્દ્રીય મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું કે સરકારે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અમલમાં મુક્યો છે જેના હેઠળ અંગદાન માટેની જાગરુકતા વધારવાના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પાંચમાંથી ચાર અંગદાન મહિલાઓ કરે છે










