- ભારતના બાળમૃત્યુદરની સ્થિતિ માત્ર પાક. અને મ્યાંમાર કરતાં જ સારી : WHO
- વર્ષ 2014માં બાળમૃત્યુદર પ્રતિહજાર 45 હતો જે 2019માં ઘટીને 35 થયો
- પાંચ વર્ષથી ઓછી વર્ષનાં બાળકોની મૃત્યુની સંખ્યાને ઘટાડવા માટે આ કાર્યક્રમ અમલી બન્યો
કેન્દ્રીયપ્રધાન ડો. ભારતી પ્રવીણ પવારે મંગળવારે બાળ વિકાસ સંમેલનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારતનો બાળમૃત્યુદર જે વર્ષ 2014માં પ્રતિહજાર 45 હતો તે વર્ષ 2019માં ઘટીને પ્રતિહજાર 35 થયો હતો. આ પ્રસંગે તેમણે પાલન 1000 રાષ્ટ્રીય ઝુંબેશ અને પેરન્ટિંગ એપ (બાળઉછેર માટેના એપ)નું પણ લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીયપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળના બાળ આરોગ્ય કાર્યક્રમ તે બાળકના જીવન અસ્તિત્વ માટે હસ્તક્ષેપ કરતો કાર્યક્રમ છે. પાંચ વર્ષથી ઓછી વર્ષનાં બાળકોની મૃત્યુની સંખ્યાને ઘટાડવા માટે આ કાર્યક્રમ અમલી બન્યો છે. કેન્દ્રીયપ્રધાને બાળજીવનના આરંભિક જીવન માટે સરકારના આ કાર્યક્રમના મહત્ત્વને સમજાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'બાળક ગર્ભમાં હોય છે તે દરમિયાન જ તેમના મગજનો વિકાસ થવાનું શરૂ થાય છે. માતાનું આરોગ્ય અને આસપાસનું વાતાવરણ તેને પ્રભાવિત કરે છે.ગર્ભમાં મગજનો ભૌતિક વિકાસ થવાની સાથોસાથ તે વિકાસ પ્રક્રિયા બાળકની ભાવિ બુદ્ધિક્ષમતા અને જીવન ગુણવત્તાને પણ પ્રભાવિત કરે છે.
શહેર કરતાં ગામડાઓમાં બાળમૃત્યુદર ઊંચો










