• પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કોઈ ખૂન-ખરાબો નહોતા ઇચ્છતા
  • કાયદો અને વ્યવસ્થાને ખરાબ કરવા અમુક લોકોના પ્રયત્નો
  • અમારી પોલીસે ખુબજ શાંતિથી અને સંયમથી કામ કર્યું

લાંબા સમયથી ફરાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની આજે પંજાબ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, અમુક લોકો દ્વારા પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ કરવાના પ્રયત્નો થયા હતા, અમે તેમની સામે એક્શન લીધા છે. અમે ઇચ્છતા હોત તો તેને તે દિવસે જ પકડી શક્ય હોત, પણ અમે નહોતા ઇચ્છતા કે કોઈ ખૂન-ખરાબો થાય કે ગોળીબાર થાય.

[[$googlead]]

[[$alsoread]]

ગુરુ ગ્રંથ સાહિબની ગરિમાને અસર થવી ન જોઈએ

પંજાબના મુખ્યમંત્રી માને કહ્યું કે, અમુક લોકો લો એન્ડ ઓર્ડર બગાડવા પ્રયત્ન કરતાં હતા. અમારા ધ્યાનમાં તેમની હિલચાલ આવતા જ અમે એક્શન લીધી. અમુક લોકો પકડાઈ ગયા અને અમુક લોકો ન પકડાયા. અગાઉ, અજનાલા પોલીસ સ્ટેશનની સામે, કેટલાક લોકો જેમાં ગુરુ ગ્રંથ સાહિબ છે તે પાલખી લાવ્યા હતા અને તેને ઢાલ બનાવીને પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા. તે દિવસે પણ ડીજીપીને સૂચના આપવામાં આવી હતી કે ગમે તે થાય, ગુરુ ગ્રંથ સાહિબની ગરિમા અને તેના સન્માનને અસર ન હાવી જોઈએ. ન તો અમે કોઈ વોટર કેનનનો ઉપયોગ કર્યો કે ન તો કોઈ પથ્થરમારો થયો. જોકે કેટલાક પોલીસ કર્મચારીઓ ચોક્કસપણે ઘાયલ થયા હતા. લોકોના મનમાં ગુરુ ગ્રંથ સાહિબના આદર અને સન્માન માટે અમે કંઈ પણ કરીશું. ભારે સંયમ સાથે પરિસ્થિતિને કાબૂમાં લેવા બદલ પંજાબ પોલીસની પ્રશંસા કરવામાં આવી હતી.

આખી રાત ઉંઘી ન શક્યો: ભગવંત માન

આ ઉપરાંત ભગવંત માને કહ્યું કે રાજ્યના સાડા ત્રણ કરોડ લોકોની રક્ષા કરવી એ અમારી ફરજ છે. અમે આ કરવાનું ચાલુ રાખીશું. માને કહ્યું કે તે આખી રાત ઉંઘી શક્યા નહીં કારણ કે તેને પોલીસ ઓપરેશનની માહિતી લઈ રહ્યા હતા. તેણે કહ્યું, "મને આખી રાત ઊંઘ ન આવી. હું દર 15 મિનિટે, અડધા કલાકે પૂછતો રહ્યો, હું રક્તપાત ઇચ્છતો નથી. કાયદો અને વ્યવસ્થા બગાડે. રાજ્યના સાડા ત્રણ કારોડ લોકો માટે મારી એકની નિંદર ખરાબ થાય તો મને કોઈ વાંધો નથી.

અમે એજન્ડા પોલિટીક્સ નથી કરતાં

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે 18 માર્ચથી અમૃતપાલને શોધી રહ્યા હતા. પોલીસે ઘણા સંયમથી કામ કર્યું અને સૂચના મળતા જ એક્શન લીધા. અમૃતપાલ 35 દિવસથી ફરાર હતો અને આ દરમિયાન પંજાબમાં શાંતિ બનેલી રહી હતી. અમે એજન્ડા પોલિટીક્સ નથી કરતાં, પંજાબના ભાઇચારમાં અમે કોઈ આંચ નહીં આવવા દઈએ. પંજાબના લોકોએ ખરાબ દિવસો જોયા છે. અમે તે સ્થિતિ ફરી નહીં આવવા દઈએ. 

  • Follow us on: