- ભૂતાનના પીએમ બન્યા ભારતના મહેમાન
- અશ્વિની ચૌબેએ કર્યુ સ્વાગત
- પીએમ મોદીએ આપ્યુ હતું નિમંત્રણ
ભૂતાનના વડા પ્રધાન દાશો શેરિંગ ટોબગે પીએમ નરેન્દ્ર મોદીના આમંત્રણ બાદ આજથી પાંચ દિવસ ભારતની યાત્રા પર છે. પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા, જાન્યુઆરી 2024માં પદ સંભાળનાર ભૂતાનના પીએમની આ પ્રથમ વિદેશ યાત્રા છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું.
પીએમ બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ
ભૂતાનના પીએમનું સ્વાગત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનો પુરાવો છે. મહત્વનું છે કે ભૂતાનના વડા પ્રધાન જાન્યુઆરી 2024 માં પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. એરપોર્ટ પર રાજ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
ભુતાનના પીએમની સાથે વિદેશ અને વિદેશી વેપાર મંત્રી, ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી, ઉદ્યોગ, વાણિજ્ય અને રોજગાર મંત્રી અને ભુતાનની રાજવી સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ છે. તેમની ભારત મુલાકાત દરમિયાન ટોબગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પીએમ નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તેવી અપેક્ષા છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય ભારતીય મહાનુભાવો પણ ભૂતાનના વડાપ્રધાનને મળશે. તોબગે મુંબઈ જવાની પણ યોજના ધરાવે છે. ભૂતાનના વડા પ્રધાનની મુલાકાત બંને પક્ષોને તેમની અનન્ય ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને બંને દેશો વચ્ચે મિત્રતા અને સહકારના કાયમી સંબંધોને વિસ્તારવાના માર્ગો અને માધ્યમોની ચર્ચા કરવાની તક પૂરી પાડશે.









