- NEET પેપર લીક કૌભાંડને લઇ તપાસનો ધમધમાટ યથાવત
- પેપર લીક કેસમાં CBIએ બિહારમાંથી વધુ બે લોકોની ધરપકડ
- આ આરોપીઓની નાલંદા અને ગયા જિલ્લામાંથી ધરપકડ કરાઇ
NEET પેપર લીક કૌભાંડની તપાસ માટે CBIની ટીમ છેલ્લા ઘણા દિવસોથી પટનામાં ધામા નાખ્યા છે. CBIએ અગાઉ ઝારખંડના હજારીબાગમાંથી એક ખાનગી શાળાના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, NEET-UG પેપર લીક કેસમાં CBIએ બિહારમાંથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં એક ઉમેદવાર છે જ્યારે બીજો અન્ય ઉમેદવારનો પિતા છે. આ બંનેની બિહારના નાલંદા અને ગયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. CBIની એક ટીમ પેપર લીકની તપાસ માટે છેલ્લા ઘણા દિવસોથી પટનામાં છે. આ બંનેની ધરપકડ પહેલા સીબીઆઈની ટીમ ઝારખંડના હજારીબાગ ગઈ હતી.













