- યુપીની 10 રાજ્યસભાની સીટો માટે મતદાન
- મતદાન પહેલા અખિલેશ યાદવને મળ્યો ઝટકો
- ધારાસભ્ય મનોજ પાંડેનું ચીફ વ્હીપ પદેથી રાજીનામું
ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે મંગળવારે મતદાન ચાલુ છે. આ વોટિંગ દરમિયાન જ અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. રાયબરેલીના ઉંચાહરના ધારાસભ્ય મનોજ પાંડેએ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સપાના ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અખિલેશ યાદવના છે ખાસ
મહત્વનું છે કે મનોજ પાંડેને અખિલેશ યાદવના ખાસ ધારાસભ્યોમાંથી એક માનવામાં આવે છે. મનોજ પાંડે વિશે એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી શકે છે એટલે કે ભાજપના ઉમેદવારને મત આપી શકે છે.
10 બેઠકો માટે મતદાન
યુપીની રાજ્યસભાની 10 બેઠકો 11 ઉમેદવારો લાઇનમાં છે. આ કારણોસર હાલમાં મતદાન થઇ રહ્યું છે. જો ભાજપે સાત ઉમેદવારો અને સપાએ ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા હોત તો ચૂંટણીની સ્થિતિ સર્જાઈ ન હોત. ભાજપે 8મા ઉમેદવાર પર દાવ લગાવ્યો હોવાથી મતદાન પ્રક્રિયા ફરજિયાત બની હતી.
સપાને ક્રોસ વોટિંગનો ડર
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે તેઓ અંતરાત્માના આધારે વોટ આપવા જઈ રહ્યા છે. રાકેશ પ્રતાપ તેમની પાર્ટીની બંને બેઠકમાં હાજર રહ્યા ન હતા. રાકેશ પ્રતાપ સિંહની સાથે અયોધ્યા જિલ્લાના સપા ધારાસભ્ય અભય સિંહ અને આંબેડકર નગરના સપા ધારાસભ્ય રાકેશ પાંડે પણ હાજર છે જે ભાજપની તરફેણમાં મતદાન કરી શકે છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગની અટકળો પર, સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલ યાદવે કહ્યું, 'તેઓ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિન્હ પર જીત્યા હતા. જો આમ થશે તો આગળ પણ જોવું પડશે.તો બીજી તરફ યુપીમાં સમાજવાદી પાર્ટીના ઘણા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં વોટ કરી શકે છે.









