છેલ્લા ઘણા સમયથી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી હતી કે વન નેશન વન ઇલેક્શનને મંંજૂરી મળી શકે છે. પરંતુ આજે આ સમાચાર પર મોદી કેબિનેટે મ્હોર મારી દીધી છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે.  મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં  મંજૂરી. આપવામાં આવી. ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે. 


વન નેશન વન ઇલેક્શન પર શું કહ્યું હતુ પીએમ મોદીએ ?

[[$googlead]]

[[$alsoread]]

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે સ્વતંત્રતા પર્વ પર લાલથી ભાષણમાં  એક દેશ એક ચૂંટણીની વકીલાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં 'વન નેશન, વન ઈલેક્શન'ની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો સમાવેશ કર્યો હતો.


કોણે આપ્યે ટેકો ?

  • ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ નિર્ણયના સમર્થન માટે 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 32 પક્ષોએ સમર્થન આપ્યું હતું જ્યારે એવા 15 પક્ષો હતા કે જેઓ વન નેશન વન ઇલેક્શનના વિરુદ્ધમાં હતા. જો કે આવા પક્ષોએ કંઇ જવાબ આપ્યો ન હતો. .

  • JDUઅને LJP (R) એક દેશ, એક ચૂંટણી માટે સહમતી દર્શાવી હતી. પરંતુ ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.  જેડીયુ અને એલજેપી (આર) કહ્યું હતું કે આમ કરવાથી સમય અને પૈસાની બચત થશે.
  • કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી.

શું છે વન નેશન વન ઇલેક્શન ?

આપણે જાણીએ છીએ કે દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીઓનો સમયગાળો પણ અલગ અલગ હોય છે. ત્યારે વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ થયો કે બંને ચૂંટણીઓ સાથે યોજાય.  લોકસભા અને રાજ્યની વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે.  ત્યારે જો બંને ચૂંટણીઓ એક સાથે થઇ હોય તેવા સમયગાળા વિશે વાત કરીએ તો  1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પણ  1968 અને 1969 માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જિત કરી દેવાઇ હતી. જો કે  1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી. 

  • Follow us on: