• દ્રૌપદીના ડાંડામાં હિમસ્ખલનની મોટી ઘટના
  • પર્વતારોહણ સંસ્થાના 29 તાલીમાર્થીઓ ફસાયા
  • સીએમ ધામીએ રક્ષામંત્રી પાસે માંગી સેનાની મદદ

ઉત્તરાખંડના હવામાન ઝડપથી પલટો આવ્યો છે. પહાડો પર મોટા પ્રમાણમાં હિમવર્ષા થઇ રહી છે. દ્રૌપદીના ડાંડામાં હિમસ્ખલનની મોટી ઘટના બની છે જેમાં ઉત્તરકાશી ખાતે આવેલ નહેરુ પર્વતારોહણ સંસ્થાન (નિમ)ના 29 તાલીમાર્થી બરફના તૂફાનમાં ફસાયા છે. આ ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરીને સેનાની મદદ માંગી છે. 

છેલ્લે મળતી માહિતી મુજબ, વાયુસેના દ્વારા ચલાવવામાં આવી રહેલા રાહત અને બચાવ કામગીરી દરમિયાન વાયુસેનાના જવાનોએ 10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જયારે 18 લોકો હજુ પણ લાપતા છે. જેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે.

[[$googlead]]

2 મહિલા પર્વતારોહીઓના સંભવિત મોત

[[$alsoread]]

સમગ્ર મામલે, ડીજીપી અશોક કુમારે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે 1400 ફૂટની ઉંચાઈએ સમગ્ર ઘટના બનવા પામી છે. 8 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જોકે, અન્ય લોકોની ચોક્કસ લોકેશનની માહિતી નથી. જયારે 2 મહિલા પર્વતારોહીઓના સંભવિત મોત થયા છે.


10 લોકોને સુરક્ષિત બચાવાયા

ઉલ્લેખનીય છે કે, પર્વતારોહણ તાલીમ અભિયાનમાં 33 તાલીમાર્થીઓ અને 7 પ્રશિક્ષક એક કુલ 40 લોકો સામેલ હતા. સુત્રો પાસેથી છેલ્લે મળતી માહિતી મુજબ, 3 તાલીમાર્થી અને 7 પ્રશિક્ષકો સહીત 10 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. રાહત અને બચાવ કાર્ય માટે વાયુસેનાએ પોતાના 2 ચીતા હેલીકોપ્ટર કામે લગાડ્યા છે. વાયુ સેનાનું કહેવું છે કે તેમણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે અને કેટલાંક વધુ હેલીકોપ્ટરને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા છે. 

રક્ષામંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

ત્યારબાદ, સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં કેટલાંક પર્વતારોહકોની મોત થયાના પણ સમાચાર છે. તેમના મોત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્વિત કરીને રાજનાથ સિંહે કહ્યું છે કે ઉત્તરકાશીમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકશાનથી અત્યંત દુખ થયું. પોતાના પ્રિયજનોને ગુમાવનાર શોકમગ્ન પરિવારો પ્રત્યે  સંવેદના પર વ્યક્ત કરી છે.

 

ઉત્તરાખંડ સીએમએ માંગી વાયુ સેનાની મદદ

પોતાના અન્ય એક ટ્વીટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત થઇ અને સ્થિત અંગે જાણકારી મેળવી. ફસાયેલા પર્વતારોહકોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. વાયુસેનાને બચાવ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે આદેશો આપ્યા છે. તમામની સલામતી અને સુરક્ષા માટે પ્રાર્થના કરી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું ,' દ્રૌપદીના ડાંડા-2 પર્વતના શિખરે હિમસ્ખલનમાં ફસાયેલ તાલીમાર્થીઓને જલ્દીથી સકુશળ બહાર કાઢવા માટે NIMની ટીમની સાથે જિલ્લા વહીવટીતંત્ર, NDRF, SDRF, સેના અને ITBPના જવાનો દ્વારા ઝડપથી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પહેલા સીએમ ધામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી રેસ્ક્યુ ઓપરેશનમાં તેજી લાવવા માટે સેનાની મદદ લેવા માટે વિનંતી કરી છે. જેને લઈને તેમણે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તમામને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


  • Follow us on: