• લોકસભા ચૂંટણી પહેલા કેરળમાં EDની મોટી કાર્યવાહી 
  • CM વિજયનની પુત્રી વીણા અને તેમની IT કંપનીમાં તપાસ
  • વીણાની IT કંપની વચ્ચેના વ્યવહારો બેંક ટ્રાન્ઝેક્શન થયા

લોકસભા ચૂંટણી પહેલા કેરળમાં EDની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CM વિજયનની પુત્રી વીણા અને તેમની અને અન્યની માલિકીની IT કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

કેરળમાં EDની મોટી કાર્યવાહી અંગે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વીણા અને તેમની અને અન્યની માલિકીની IT કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. EDએ કોચી ED ઓફિસમાં મળેલી ફરિયાદો પર પ્રાથમિક તપાસ પૂર્ણ કરી લીધી છે. ઈન્કમટેક્સ વિભાગ ઈન્ટરિમ સેટલમેન્ટ બોર્ડના રેકોર્ડમાં જે વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ છે તેની સામે તપાસ કરશે.

મની લોન્ડરિંગ કેસમાં આરોપી સીએમઆરએલ કંપની અને મુખ્યમંત્રીની પુત્રી વીણાની માલિકીની એક્સલોજિક કંપની વચ્ચેના વ્યવહારો બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા થયા હતા. સંબંધિત પ્રશ્ન એ છે કે આ પ્રકારનો વ્યવહાર બ્લેક મની એક્ટના દાયરામાં કેવી રીતે આવે છે. આ સંદર્ભમાં, EDએ એક કેસ નોંધ્યો છે જેમાં જણાવ્યું હતું કે CMRL કંપનીએ Xlogic કંપનીને કોઈપણ સેવા પ્રદાન કર્યા વિના પૈસા ચૂકવ્યા હતા, જે PMLA કેસના કાર્યક્ષેત્રમાં આવે છે.

કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ ED દ્વારા કેસ દાખલ કરવાનું ખૂબ જ રાજકીય મહત્વ ધરાવે છે, કારણ કે દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. દેશભરમાં વિપક્ષી નેતાઓ સામે ચાલી રહેલી EDની તપાસ અને ધરપકડો વચ્ચે કેરળના મુખ્યમંત્રીની પુત્રી સ્કેનર હેઠળ આવી રહી છે તે મોટા રાજકીય વિવાદનું કારણ બનશે. વિપક્ષનો આરોપ છે કે માસિક ક્વોટા કેસમાં SFIOની તપાસ સીપીએમ અને બીજેપીની ગુપ્ત ડીલ દ્વારા દબાવી રાખવામાં આવી હતી, જ્યારે કેન્દ્રીય એજન્સી EDએ પણ તપાસ શરૂ કરી છે. ED લાઇફ મિશન કેસ, કરુવન્નુર બેંક ફ્રોડ કેસ અને KIIFB મસાલા બોન્ડ કેસ વગેરે જેવા કેસોની પણ તપાસ કરી રહી છે જેમાં CPM નેતાઓ સામેલ છે.

  • Follow us on: