- દિલ્હીના મોડલ ટાઉનમાં એક મોટો દુર્ઘટના
- ઈમારત ધરાશાયી થતાં અફરાતફરી સર્જાઈ
- ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા
દિલ્હીના મોડલ ટાઉનમાં એક મોટો દુર્ઘટના થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મહેન્દ્રુ એન્ક્લેવ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતાં અફરાતફરી સર્જાઈ હતી. હાલમાં અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
દિલ્હી ફાયર સર્વિસને પણ દુર્ઘટનાની જાણકારી થતા ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. દિલ્હીમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.













