છેલ્લા ઘણા સમયથી ટ્રેન દુર્ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ક્યારેક આક્સ્મિક કારણોસર આગનો બનાવ બને છે તો ક્યારેક એન્જિન છુટુ પડી જાય છે. વળી ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હોવાના પણ બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એકવાર એન્જિન આઉટ ઓફ કંટ્રોલ થઇ ગયુ હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના બિહારના ગયા જિલ્લાની છે.


[[$googlead]]

મળતી માહિતી મુજબ શુક્રવારે ગયા-કિયુલ રેલ્વે લાઇન પર વજીરગંજ સ્ટેશન અને કોલ્હાના હોલ્ટ વચ્ચે રઘુનાથપુર ગામ પાસે આ ઘટના બની હતી. ગયા તરફ લૂપ લાઇન પર એન્જિન ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે તે અચાનક નિયંત્રણ બહાર ગયું હતું અને એક ખેતરમાં પહોંચી ગયુ હતું..

એન્જિન ગયા જંકશન તરફ જઈ રહ્યું હતું

[[$alsoread]]

આ ઘટનાના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર લોકો પાયલોટ લૂપ લાઇનથી એન્જિન સાથે ગયા જંક્શન તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક એન્જિન કાબૂ બહાર થઈ ગયું હતું. ગામની નજીક રોડ પર ઉભેલા લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટમાં જ ગયા જિલ્લામાં કોલસાથી ભરેલી માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. આ ઘટના ગયાના રસુલપુર પાસે બની હતી.

આ અકસ્માત ઓગસ્ટના રોજ કટિહારમાં થયો હતો

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બિહારના કટિહારમાં એક મોટી રેલ દુર્ઘટના બની હતી. પેટ્રોલ ભરેલા 5 ટેન્કરો ક્રોસ ઓવર પર પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત ખુરિયાલ અને કુમેદપુર બાયપાસ પાસે થયો હતો. આ અકસ્માત કટિહાર રેલવે ડિવિઝનમાં થયો હતો. આ દુર્ઘટનાને કારણે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

  • Follow us on: