- બિહારમાં પુલ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત
- મોતિહારીમાં નિર્માણાધીન પુલ થયો ધરાશાયી
- 1.5 કરોડના ખર્ચે બની રહ્યો હતો બ્રિજ
બિહારના અરરિયા અને સિવાન બાદ મોતિહારીમાં પુલ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. નિર્માણાધીન પુલ એકાએક તૂટી પડ્યો. અંદાજે 1.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે એક બાદ એક પુલ ધરાશાયી થતા હલકી ગુણવત્તાની કામગીરી થઇ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. એક સપ્તાહમાં જ પુલ પડવાની આ ત્રીજી ઘટના છે.
40 ફૂટનો બ્રિજ બની રહ્યો હતો
ઘોડાસાહન બ્લોકના અમવાથી ચૈનપુર સ્ટેશન જતા રોડ પર લગભગ 40 ફૂટનો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે પૂલનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે રાત્રે જ અચાનક તૂટી પડ્યું હતું.
સપ્તાહમાં ત્રીજો પુલ ધરાશાયી
આ પુલ જિલ્લાના ઘોડાસાહન બ્લોકના અમવાથી ચૈનપુર સ્ટેશન જતા રોડ પર બનાવવામાં આવી રહ્યો હતો. આ આરસીસી બ્રિજનું નિર્માણ ધીરેન્દ્ર કન્સ્ટ્રક્શન પ્રા.લિ. લિ. શ્રીકૃષ્ણનગર દ્વારા કરવામાં આવી રહ્યુ હતું.. બ્રિજના કાસ્ટિંગની સાથે જ તેનો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જે અંગે રવિવારે સવારે ગ્રામજનોની નજર પડી હતી. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે પુલ નિર્માણની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અરરિયા અને સિવાનમાં બે અલગ-અલગ પુલ તૂટી પડ્યા હતા. હવે મોતિહારી અકસ્માત બાદ રાજ્યમાં એક સપ્તાહમાં ત્રણ પુલ ધરાશાયી થયા છે.









