- બિહાર સરકારે જાહેર કર્યો જાતિ જનગણતરી રિપોર્ટ
- અત્યંત પછાત વર્ગની વસ્તી 36%
- નીતિશ કુમારે જનગણના ગણતરીનું કાર્ય કરતી ટીમને પાઠવી શુભેચ્છા
બિહાર સરકારે જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે. રાજ્ય સરકારે જાતિઓનો સર્વે હાથ ધર્યો હતો, જેનો રિપોર્ટ પટનામાં જાહેર કરવામાં આવ્યો હતો. નવા રિપોર્ટ મુજબ બિહારમાં સૌથી વધુ વસ્તી 36 ટકા ઓબીસી છે. આ સિવાય પછાત વર્ગની વસ્તી 27 ટકા, એસસી વસ્તી 19 ટકા અને યાદવ 14 ટકા છે.
SCની વસ્તી 19 ટકા
બિહારમાં જાતિ ગણતરીનો મુદ્દો ખાસ ચર્ચાનો વિષય છે. મુખ્ય પૂર્વ સેક્રેટરી આમિર સુભાનીએ ગાંધી જયંતિ પર એક પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટ જાહેર કર્યો . તેમણે અહેવાલને લગતા તમામ મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ઉદાહરણ તરીકે, બિહારમાં 13 કરોડથી વધુની કુલ વસ્તીમાંથી હિંદુઓની વસ્તી 10.07 કરોડ અને મુસ્લિમોની વસ્તી 2.31 કરોડ છે. અત્યંત પછાત વર્ગની વસ્તી 36 ટકા, બિન અનામત વસ્તી 15.5 ટકા, રાજપૂત વસ્તી 3 ટકાથી વધુ છે. નવા આંકડાઓ અનુસાર, બિહારમાં SCની વસ્તી હવે 19 ટકા છે. રાજ્યની અડધી વસ્તી પછાત અને અત્યંત પછાત છે. યાદવોની સંખ્યા 14 ટકા છે. પછાત વર્ગની વસ્તી 27 ટકા છે. અત્યંત પછાત વર્ગની વસ્તી 36 ટકા છે. બ્રાહ્મણોની વસ્તી 3.3 ટકા છે. કુર્મીની વસ્તી 2.87 ટકા છે.
બિહારમાં 81.99 ટકા હિંદુઓ
બિહારમાં 81.99 ટકા એટલે કે લગભગ 82% હિંદુઓ છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓની સંખ્યા 17.7% છે. બાકીના ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધ, જૈનો અથવા અન્ય ધર્મોના અનુયાયીઓની સંખ્યા 1% કરતા ઓછી છે. રાજ્યના 2146 લોકોએ પોતાનો ધર્મ જાહેર કર્યો નથી. બિહારમાં, જ્યારે મુખ્ય પ્રધાન નીતિશ કુમારની પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે સરકારમાં હતી, ત્યારે બિહાર વિધાનસભા અને વિધાન પરિષદે રાજ્યમાં જાતિ આધારિત વસ્તીગણતરી હાથ ધરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. કોરોનાની પરિસ્થિતિને સંભાળ્યા પછી, 1 જૂન, 2022 ના રોજ સર્વપક્ષીય બેઠકમાં જાતિ આધારિત ગણતરી હાથ ધરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.
જાણો કયા વર્ગની કેટલી વસ્તી ?
- સામાન્ય – 15.52%
- પછાત વર્ગ- 27.12%
- OBC - 36.1%
- અનુસૂચિત જાતિ- 19.65%
- અનુસૂચિત જનજાતિ - 1.68%
જાણો કઈ જ્ઞાતિની કેટલી વસ્તી ?
- રાજપૂત 3.45%
- બ્રાહ્મણ 3.67%
- ભૂમિહાર 2.89%
- કાયસ્થ - 0.60%
- યાદવ – 14.26%
- કુર્મી- 2.87%
- તેલ - 2.81%
- મુસહર- 3.08%
- સોની-0.68%
બે તબક્કામાં જાતિ આધારિત વસ્તી ગણતરી
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 7 જાન્યુઆરીથી શરૂ થયો હતો. આ તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવી હતી. આ તબક્કો 21 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થયો હતો. બીજો તબક્કો 15 એપ્રિલથી શરૂ થયો હતો. તેને 15 મેના રોજ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ, મામલો કોર્ટમાં ગયો હતો. આ પછી પટના હાઈકોર્ટે ગણતરી પર રોક લગાવી દીધી હતી. બાદમાં પટના હાઈકોર્ટે જ જાતિ આધારિત ગણતરીને લીલી ઝંડી આપી હતી.બીજા તબક્કામાં પરિવારોની સંખ્યા, તેમની રહેણીકરણી, આવક વગેરેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પરંતુ, કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.