બિહાર ચૂંટણી પહેલા BJPની મોટો ઝટકો લાગ્યા છે. ફેમસ યૂટ્યુબર અને BJP નેતા મનીષ કશ્યપે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કશ્યપે રાજીનામું આપવાની જાહેરાત પોતાના ફેસબુક લાઈવ પર કરી હતી. મનીષ કશ્યપ 25 એપ્રિલ 2024માં પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પૂર્વ નેતાએ કહ્યું હતું કે, હું મારા ગામમાં ગયો હતો અને ત્યાં લોકો સાથે વાતચીત કરી ત્યાર બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. મારે બિહાર અને બિહારીઓ માટે લડવું પડશે.


રાજીનામું આપવા પર શું બોલ્યા મનીષ કશ્યપ?

મનીષ કશ્યપે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે હું પાર્ટીમાં રહીને લોકોનો અવાજ ઉઠાવી શકીશ નહીં તેથી મેં આ નિર્ણય લીધો છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. કેટલાક નેતાઓએ મારા પર મહત્વાકાંક્ષી હોવાનો આરોપ લગાવ્યો છે. કશ્યપે કહ્યું કે હું એક પ્લેટફોર્મ શોધી રહ્યો છું. તમે લોકો મને કહો કે મારી પોતાની પાર્ટી બનાવવી કે નહીં. જોકે, હું આ પદ પર નથી. મારે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી જોઈએ. એકલા કે કોઈની સાથે.

ભાજપના નેતાઓ પર સાધ્યું નિશાન

આ દરમિયાન યુટ્યુબરે ભાજપના નેતાઓનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. કશ્યપે કહ્યું હતું કે અહીં રહેવાનો અર્થ એ છે કે ભ્રષ્ટાચાર જોયા પછી પણ તમે આંખો બંધ રાખો છો. હું બિહારના લોકોના જીવ બચાવવા માટે ઉભો છું. મારી લડાઈ આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે છે. તમને જણાવી દઈએ કે હાલમાં PMCAમાં મનીષને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઈ પણ ભાજપ નેતાએ તેમના ખબરઅંતર પૂછ્યા નહીં. આનાથી નારાજ થઈને તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે મનીષ કશ્યપ 28 માર્ચે લાઈવ આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપી દેશે. ગુરુવારે રાત્રે તેમણે કહ્યું કે પોલીસે મારી યુટ્યુબ ચેનલ પર FIR દાખલ કરી છે. હું શુક્રવારે ભાજપમાંથી રાજીનામું આપીશ. આ જાહેરાત કર્યાના માત્ર 20 કલાક બાદ તેમણે યુ-ટર્ન લીધો હતો.


  • Follow us on: