- બિહારમાં અનેક ઘરો થયા પાણીમાં ગરકાવ
- ભારે વરસાદને કારણે અનેક નદીઓના વધ્યા જળસ્તર
- અનેક ગામોમાં ઘરો- ખેતીને નુકસાન
બિહારમાં વરસાદને લઇને પુરની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ઉત્તર બિહારના વિસ્તારમાં ઘણી જગ્યાએ સારા વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધુ વધી રહ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા અનુસાર કોસી, બાગમતી, મહાનંદા, કમલા બાલન જેવી નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે.
અનેક ઘરો પાણીમાં ગરકાવ
મુઝફ્ફરપુરની બર્રી અને બસઘટ્ટા પંચાયતના અનેક ઘરો પાણીમાં ડૂબ્યા છે. લોકોની ઘર વખરી પાણીમાં તરી રહી છે. અહીં ઢીંચણ સમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. શાળામાં પણ પાણી ભરાયા છે પરિણામે બાળકો પણ હાલાકી વેઠી રહ્યા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળતા અવર જવર પણ બંધ થઇ હતી. લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. રહેવુ ક્યાં.. એક મહિલા લાકડાના પાટીયા પર બેસીને ચા બનાવી રહી છે.
ખેતીને મોટું નુકસાન
બાગમતી નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે બાભંગવન પશ્ચિમમાં લગભગ 150-200 ઘરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. આવી સ્થિતિમાં નદી કિનારે ખેતી કરનારાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તલ, બાજરી, કબૂતર અને મગની ખેતી કરતા ખેડૂતો તેમના કાચા પાકની લણણી કરી રહ્યા છે અને તેનો પશુ ચારા તરીકે ઉપયોગ કરે છે.









