- નીતીશ કુમાર આજે રાજ્યપાલને મળશે
- નીતિશ કુમારે JDU બેઠકમાં રાજીનામાની કરી જાહેરાત
- થોડીવારમાં રાજ્યપાલને રાજીનામું સોંપશે નીતિશ કુમાર
2 દિવસથી સતત ચાલી રહેલી બેઠકો બાદ આજે બિહારનું રાજકારણ જાણે કે ઠેકાણે પડી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓએ વિવિધ પક્ષોની બેઠકો બાદ નીતીશ કુમારે આજે નિર્ણય લીધો છે. આ સાથે જ તેઓએ નવા પત્ર એટલે કે ભાજપની શરતનું પણ માન રાખ્યું છે. નીતીશ કુમાર ભાજપની શરત માનીને સીએમ પદેથી રાજયપાલને રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપ અને જેડીયુનું ગઠબંધન બનાવશે.
ચિરાગ પાસવાન પણ શપથ ગ્રહણમાં થશે સામેલ
લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ NDAમાં છે અને PM મોદીના દરેક નિર્ણયની સાથે છે. તેમણે કહ્યું કે એનડીએના સહયોગી હોવાના કારણે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ચિરાગ પાસવાને કહ્યું કે નીતિશ કુમારના કાર્યોને કારણે મારો તેમની સામે નીતિવિષયક વિરોધ છે.
સીએમ સહિત 9 મંત્રીઓ લેશે શપથ
નીતિશ કુમારની સાથે 2 નાયબ મુખ્યમંત્રી અને 6 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. જે ધારાસભ્યો આજે મંત્રી તરીકે શપથ લેશે તેમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, ડૉ. પ્રેમ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર અને HAMના સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહના નામ સામેલ છે.
નીતિશ કુમારે NDAની સરકાર રચવાનો કર્યો દાવો
નીતિશ કુમાર ફરી એકવાર રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને એનડીએ ગઠબંધનના ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો. આ સમર્થન પત્રમાં 128 ધારાસભ્યોના હસ્તાક્ષર છે, જેમાં ભાજપના 78 ધારાસભ્યો, JDUના 45 ધારાસભ્યો, HAMના ચાર ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. નીતીશ કુમાર સાંજે 5 વાગ્યે રાજભવનમાં શપથ લેશે.
સમ્રાટ ચૌધરી ભાજપના ધારાસભ્ય દળના નેતા બન્યા
બીજેપીના રાજ્ય પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું, 'અમારા વરિષ્ઠ ધારાસભ્ય નંદકિશોર યાદવે એક પ્રસ્તાવ મૂક્યો હતો જેને ડૉ. પ્રેમ કુમાર જી, પાર્વતી, જનકરામ, નીતિન નવીન જી અને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો અને પ્રસ્તાવ પસાર કર્યો હતો. સમ્રાટ ચૌધરીને વિધાયક દળના નેતા અને વિજય સિન્હાને ઉપનેતા તરીકે ચૂંટાયા. અહીંથી તમામ ધારાસભ્યો JDU સાથેની સંયુક્ત બેઠકમાં ભાગ લેશે અને નેતા અને ઉપનેતાની પસંદગી કરવામાં આવશે.
નીતીશ કુમારને લઈને ગીરિરાજ સિંહની પ્રતિક્રિયા
"હું નીતીશ કુમારનો આભાર માનું છું કે તેમણે રાજીનામું આપ્યું છે. તેમની મજબૂરી ગમે તે હોય, જો 1.5 વર્ષમાં જંગલ રાજ 2 જેવી સ્થિતિ હોત તો બિહાર મૂંઝવણમાં હતો. જો તેજસ્વી યાદવ સીટ (CM પદ) પર બેઠા હોત, તો તે ખૂબ મુશ્કેલ હતું. ..મને હવે માત્ર એક જ વાતની ચિંતા હતી, મને આશંકા હતી કે લાલુ યાદવ તેજસ્વીની 'તાજપોશી' માટે તેમના પર જે પ્રકારનું દબાણ લાવી રહ્યા છે તેનાથી બિહારમાં ફરીથી જંગલરાજ થઈ ગયું હશે. તે મુક્ત છે. ભાજપ બિહારમાં જંગલરાજ નહીં થવા દે..."
પટનામાં લાગ્યા નીતીશ કુમાર અને પીએમ મોદીના પોસ્ટર
નીતીશ કુમારના રાજીનામાની સાથે પટનામાં નીતીશ કુમારની સાથે પીએમ મોદીના પોસ્ટર લાગી ચૂક્યા છે. તેમાં લખ્યું છે નીતીશ સબ કે હૌ, કોટિ-કોટિ ધન્યવાદ. પીએમ મોદીએ પણ નીતીશ કુમારને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ નીતીશ કુમાર સાથે વાત કરી હતી. હાલમાં નીતીશના ઘરે જઈ રહ્યા છે તમામ બીજેપીના ધારાસભ્યો. મળતી માહિતી અનુસાર સાંજે 5 વાગ્યા સુધીમાં નીતીશ કુમાર શપથ લઈ શકે છે.
17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત
મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની સાથે જ બિહારમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવી ગયો છે. રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરી અને રાજીનામાનું કારણ પણ જણાવ્યું. નીતિશ રાજીનામું આપી શકે છે અને સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પોતાના નેતાઓ અને ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે.
રાજભવને તસવીર પોસ્ટ કરી
બિહાર રાજભવને ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'માનનીય રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું રાજીનામું સ્વીકારી લીધું છે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું છે.'
શપથ ગ્રહણ માટે રાજભવન ખાતે તૈયારીઓ શરૂ
નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે એનડીએના સમર્થન સાથે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુ વિધાયક દળની બેઠક દરમિયાન નીતિશ કુમારે ભાજપના દિગ્ગજ નેતા સાથે ફોન પર વાત કરી હતી. દરમિયાન શપથ ગ્રહણ માટે રાજભવન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમાર આજે જ નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
રાજીનામું આપ્યા બાદ નીતીશ કુમારની પહેલી પ્રતિક્રિયા આવી સામે
મેં રાજીનામું આપ્યુ છે અને સાથે જ હાલની સરકારને સમાપ્ત કરી દીધી છે, મેં પાર્ટીના લોકોની વાત માનીને રાજીનામું આપ્યું છે. રાજભવન જઈને રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને રાજીનામું સોંપ્યું છે. આજે ગઠબંધનથી અલગ થયા છીએ અને હાલની સરકારને સમાપ્ત કરી છે. મેં સરકાર ભંગ કરી કારમ કે ગઠબંધનની સ્થિતિ સારી ન હતી. મેં રાજીનામું આપીને સરકાર ભંગ કરી છે. હવે ભાજપ અને જેડીયુના ગઠબંધનની સરકાર બનશે. આજે સાંજે શપથગ્રહણ સમારોહ યોજાશે.
નીતીશ કુમારે આપ્યું રાજીનામું
નીતીશ કુમારે રાજભવન પહોંચી ચૂક્યા છે અને અહીં રાજયપાલને રાજીનામું આપ્યું છે. તેઓએ સીએમ પદેથી રાજીનામું આપ્યું છે. થોડીવારમાં તેઓ ભાજપના કાર્યાલય જશે અને અહીં સમર્થન પત્ર પર હસ્તાક્ષર કરશે.
હાલમાં જે માહિતિ સામે આવી રહી છે તેના આધારે જાણવા મળ્યું છે કે નીતીશ કુમારે જેડીયુની બેઠકમાં રાજીનામાની જાહેરાત કરી છે. થોડી વારમાં તેઓ રાજયપાને મળશે. હવે નીતીશ કુમાર કોઈ પણ સમયે રાજીનામું આપી શકે છે.
નીતિશ કુમારે ક્યારે ક્યારે પલટી મારી?
- 1994 - જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટીનું ગઠન કર્યું
- 1995 - ડાબેરીઓ સાથે વિધાનસભા ચૂંટણી લડી
- 1996 - નીતિશ કુમાર NDA નો હિસ્સો બન્યા
- 2013 - નીતિશ કુમારનો BJP સાથે મોહભંગ થયો
- 2014 - એકલા લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી
- 2015 - નીતિશ મહાગઠબંધનમાં લાલુની સાથે જોડાયા
- 2017 - નીતિશે ફરી RJD સાથે સંબંધો તોડી NDA માં સામેલ
- 2022 - ફરી એકવાર નીતિશે NDA નો સાથ છોડ્યો
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાની ભાજપની માંગ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે નીતિશ કુમાર સમક્ષ એક શરત મૂકી છે કે પહેલા તમે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપો, ત્યારપછી જ ભાજપ અને NDAના અન્ય ઘટક પક્ષો સમર્થનનો પત્ર આપશે. રાજીનામું આપ્યા બાદ જ NDA વિધાયક દળની બેઠક થશે, જેમાં નીતીશ કુમારને NDA વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
ભાજપ નીતિશના રાજીનામાની રાહ જોઈ રહ્યું છે, JDU છાવણીમાં આશંકા
બીજેપી પહેલા નીતીશ કુમારના રાજીનામાની રાહ જોઈ રહી છે, જ્યારે જેડીયુ કેમ્પ શંકાસ્પદ છે. જેડીયુના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક દરમિયાન જેડીયુના કેટલાક ધારાસભ્યો નીતીશ કુમારને આશંકા વ્યક્ત કરશે કે ભાજપ દ્વારા સમર્થનનો પત્ર શેર કર્યા વિના મુખ્યમંત્રીએ રાજીનામું ન આપવું જોઈએ, કારણ કે ભાજપ વળગી રહેશે તેની કોઈ ખાતરી નથી. પાર્ટીના કેટલાક નેતાઓને આશંકા છે કે ભાજપ નીતિશને રાજીનામું આપવા દબાણ કરી શકે છે અને પછી વિધાનસભાનું વિસર્જન કરવાની ફરજ પાડી શકે છે.
ક્યાં શું થઈ રહ્યું છે?
બિહારમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે વિવિધ રાજકીય પક્ષોની બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. જ્યારે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક પટનામાં યોજાશે, આરજેડીએ ધારાસભ્યોને પટનામાં જ રહેવાનો આદેશ આપ્યો છે. બીજેપી આજે તેના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરશે, જ્યારે બીજી તરફ પૂર્ણિયામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાશે જેના માટે ભૂપેશ બઘેલને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે.
નીતિશ CM પદ માટે ફરીથી શપથ લઈ શકે છે
નીતિશ કુમાર CM અને ભાજપના DyCM બને તેવી શક્યતા સૂત્રો દ્વારા મળી રહી છે. આ સાથે જ પટનામાં આજે ફરીથી ભાજપના નેતાઓની બેઠક પણ થશે. JDUના ધારાસભ્યની પણ બેઠક યોજાશે. આ પછી શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી ચર્ચા છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પટના પહોંચે તેવી માહિતિ સામે આવી છે. તો અન્ય તરફ નીતિશને પછાડવા RJDના હવાતિયા ચાલી રહ્યા છે અને સાથે જ લાલુ પ્રસાદ યાદવ નમતુ જોખવા તૈયાર નથી.
શું હશે આજનો કાર્યક્રમ
જણાવી દઈએ કે, 28 જાન્યુઆરી, રવિવારે સવારે 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક છે. ત્યારબાદ, NDA ધારાસભ્ય દળની બેઠક સીએમ હાઉસ ખાતે યોજાશે. બેઠક બાદ નીતિશ બપોરે 12 વાગ્યે રાજ્યપાલને મળશે અને રાજીનામું સોંપશે. NDAના ધારાસભ્યોને સમર્થનનો પત્ર પણ આપશે. ત્યારબાદ 4 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.









