• બિહારના બક્સર પાસે ટ્રેન દુર્ઘટનાનો બનાવ
  • અત્યાર સુધીમાં 4ના મોત, 70 લોકો ઘાયલ
  • દિલ્હીના આનંદ વિહારથી કામાખ્યા જતી હતી ટ્રેન

બિહારના બક્સરમાં એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 4ના મોત અને 70 લોકો ઘાયલ થયા છે. નોર્થઈસ્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસના 8 ડબ્બા અહીં પાટા પરથી ઉતરી ગયા હતા. 

દુર્ઘટના કે ષડયંત્ર, તપાસ કરાશે- અશ્વિની ચૌબે

[[$googlead]]

ઘટનાને પગલે સવાર સુધી રાહત અને બચાવની કામગીરી ચાલી હતી. આ દુર્ઘટનાને પગલે અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરાયા હતા. જ્યારે કેટલીક ટ્રેનો તો રદ્દ કરવાની ફરજ પડી હતી. તો ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ઘાયલોની જરૂરી તમામ મદદ કરાશે. દુર્ઘટનાનું સાચુ કારણ શું છે તેની તપાસ થશે. આ ખરેખર દુર્ઘટના હતી કે ષડયંત્ર તેની પણ તપાસ કરાશે તેમ અશ્વિની ચૌબેએ જણાવ્યું હતું.

[[$alsoread]]

સતત નજર રાખી રહ્યા છીએ- તેજસ્વી યાદવ

બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અકસ્માત બાદ તેણે ડીએમ અને ડોક્ટરો સાથે વાત કરી હતી. NDRF અને SDRFની ટીમો તૈનાત કરવા ઉપરાંત એક હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

સર્ચ ઓપરેશન ચાલુ છે- એસ.પી, બક્સર

બક્સર એસપી મનીષ કુમાર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમામ કોચમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. રેલ્વેએ પણ અકસ્માતની માહિતી જાહેર કરી છે. જણાવવામાં આવ્યું છે કે આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો

?" target="_blank">https://twitter.com/ANI/status/1712277331325390970?

અન્ય ટ્રેનોને અસર

દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે રાત્રે 9.35 કલાકે ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. બનારસથી પટના જતી 15125/15126 જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 12948 પટના અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો રૂટ ચેન્જ છે.જ્યારે 12487 જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ અન્ય રૂટ પરથી જશે. તેમને હાજીપુરથી છપરા, બનારસથી પ્રયાગરાજ સુધી ખસેડવામાં આવશે. તે જ સમયે, રેલવે દ્વારા 22 થી વધુ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

?" target="_blank">https://twitter.com/ANI/status/1712160803942707469?

રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

  • PNBE-9771449971
  • DNR-8905697493
  • ARA-8306182542
  • COML CNL-7759070004
  • કોમર્શિયલ કંટ્રોલ-7759070004
  • આરા હેલ્પલાઇન-8306182542
  • પટના હેલ્પલાઇન-9771449971
  • દાનાપુર હેલ્પલાઇન-8905697493

  • Follow us on: