સંતાનની સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવે છે. બિહારમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે. આ વ્રતમાં નદી કે તળાવમાં ડૂબકી લગાવવાનું મહાત્મ્ય હોય છે. ત્યારે બુધવારે નદીમાં સ્નાન કરવા ગયેલા લોકોમાં 14 જિલ્લામાંથી 39 લોકોના ડૂબવાથી મોત થયા છે. ઔરંગાબાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ તળાવમાં નહાતી વખતે બે મહિલાઓ અને છ છોકરીઓ સહિત આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના જિલ્લાના બરુણ બ્લોકના ઇથટ ગામ અને મદનપુર બ્લોકના કુશા ગામમાં બની હતી.
બિહારના વિવિધ વિસ્તારમાં બની ઘટના
મળતી માહિતી મુજબ પરિવારના લોકો જિતિયા પર્વ નિમિત્તે પૂજા પહેલા તળાવમાં સ્નાન કરવા ગયા હતા. સારણ જિલ્લામાં પણ માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ન્હાવા ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થયા. બિહારના વિવિધ વિસ્તારમાં આ ઘટના બની હતી. કૈમુર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જીતિયા તહેવાર પર સ્નાન કરતી વખતે નદી અને તળાવમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા હતા. આવી જ ઘટના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બની હતી. બીજી ઘટના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં પણ બની હતી. જ્યારે મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દાદર ગામ અને ભભુઆ બ્લોકના રૂપપુર ગામમાં પણ તળાવમાં ડૂબવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું.
મોતિહારીમાં 5 લોકોના ડૂબવાથી મોત
રોહતાસ જિલ્લામાં દેહરી પાલી પુલ પાસે સોન નદીમાં ન્હાતી વખતે 13 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. મોતિહારી જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બ્રિંદાવન પરસૌનીમાં ડૂબી જવાથી અન્ય બે બાળકો સાથે માતા અને પુત્રીનું મોત થયું હતું. જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.
બિહચામાં 3ના મોત
રાજધાની પટનામાં માતા સાથે 14 વર્ષની બાળકી બુધવારે સાંજે બિહચા પોલીસ સ્ટેશન વિસ્તારના અમાનાબાદ હલકોરિયા ચક ગામમાં સોન નદીના ઘાટ પર ડૂબી ગઈ હતી. જ્યારે નજીકમાં ન્હાતી એક મહિલા અને તે જ ગામની બે યુવતીઓએ તેને બચાવવા નદીના જોરદાર પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. પરંતુ પાણીના પ્રવાહને કારણે બાળકી સહિત ચારેય લોકો ડૂબી ગયા હતા. ડૂબી જવાના સમાચાર મળતા જ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.