- ભાજપ જૂની ફોર્મ્યુલા પર જ નીતિશ સાથે સરકાર બનાવશે
- ભાજપ તેના ધારાસભ્યોની સહી કરેલો પત્ર નીતિશ કુમારને આપશે
- ડેપ્યુટી સીએમ માટે રેણુ દેવી ટોચના ઉમેદવાર
બિહારમાં રાજકીય ગરમાવો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર એનડીએ ગઠબંધનમાં સામેલ થવાની અટકળો વચ્ચે આજે ભાજપ અને આરજેડીની મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રવિવારે તેમના નિવાસસ્થાને JDU વિધાનસભાની બેઠક બોલાવી છે. આ પહેલા શુક્રવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બીજેપીની એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી સહિત રાજ્યના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
બિહારમાં રાજકીય ઉથલપાથલને લઈને ચાલી રહેલી અટકળો પર આજે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. આજે બપોરે 1 વાગ્યે આરજેડી ધારાસભ્ય દળની બેઠક છે અને ભાજપે 4 વાગ્યે બેઠક બોલાવી છે. આ સિવાય રવિવારે સવારે 10 વાગ્યે JDUની બેઠક યોજાશે. આ તમામ સંકેતો દર્શાવે છે કે આરજેડી અને જેડીયુ અલગ થઈ ગયા છે. જેડીયુના સાંસદોએ મોદી-નીતીશ ગઠબંધનને મહત્વપૂર્ણ ગણાવવાનું શરૂ કર્યું છે. જેડીયુ નેતાઓનું વલણ આરજેડી પ્રત્યે કઠોર જણાય છે. આ દરમિયાન, બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ બળવાને આસાનીથી નહીં થવા દે. હવે તમામની નજર નીતીશ કુમારના આગામી નિર્ણય પર ટકેલી છે.
બિહારમાં સવારથી ચાલી રહેલું ઘમાસાન થોડું શમ્યું છે અને હવે તમામ નિર્ણય રવિવારે લેવાનું નક્કી કરાયું છે. આ સાથે જ સૂત્રો દ્વારા એવી માહિતિ પણ સામે આવી રહી છે કે સાંજે 7 વાગે નીતીશ કુમાર રાજભવન જશે અને સાથે જ સમર્થન પત્ર પણ સોંપશે. તો જાણો કેવો હશે રવિવારનો કાર્યક્રમ.
આવો હશે રવિવારનો કાર્યક્રમ- સૂત્ર
- સવારે 9 વાગે ભાજપની બેઠક
- સવારે 10 વાગે જેડીયૂની બેઠક
- 11 વાગે એનડીએની નીતીશ સાથે બેઠક
- 12 વાગે થઈ શકે છે શપથ ગ્રહણ
- રાજભવનમાં થશે શપથ ગ્રહણ સમારોહ
રવિવારે બિહાર સચિવાલયની રજા કેન્સલ
બિહાર સચિવાલયની રજા રદ કરવામાં આવી છે એટલે કે રવિવારે સચિવાલય ખુલ્લું રહેશે. કેબિનેટ એક એવી જગ્યા છે જ્યાંથી બધી વસ્તુઓ નિયંત્રિત થાય છે. આ ઉપરાંત રાજભવન પણ રવિવારે ખુલ્લું રહેશે. આનાથી સ્પષ્ટ છે કે રવિવાર બિહાર માટે 'સુપર સન્ડે' સાબિત થવાનો છે.
RJD રાજ્યપાલને સમર્થન પાછું ખેંચવાનો પત્ર આપશે
સૂત્રોને આધારે મળી રહેલી માહિતી મુજબ, કાયદાકીય પ્રક્રિયા મુજબ, આરજેડી વિધાનમંડળ પક્ષની બેઠક રાજ્યપાલને મળશે અને નીતિશ કુમારની આગેવાનીવાળી સરકારને સમર્થન પાછું ખેંચવાનો પત્ર આપશે. નીતીશ કુમાર સરકાર તરફથી સમર્થન પરત ફર્યા બાદ, લઘુમતી સરકાર આવ્યા પછી, આરજેડી સ્પીકરને મળી શકે છે અને માંગ કરી શકે છે કે નીતિશ કુમાર વિધાનસભાના ફ્લોર પર બહુમત સાબિત કરે.
તેજસ્વી યાદવના ઘરે આરજેડી ધારાસભ્ય દળની બેઠક
બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે આરજેડી ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના 5 દેશરત્ન માર્ગ સ્થિત આવાસ પર પહોંચી ગયા છે. આ સિવાય આરજેડીના મોટા નેતાઓ પણ બેઠકમાં પહોંચ્યા છે. અહીં પહોંચેલા તમામ ધારાસભ્યો અને નેતાઓના ફોન બહાર રાખવામાં આવ્યા છે. આ પહેલા રાબડીના નિવાસસ્થાને પહોંચેલા પાર્ટીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું હતું કે ધારાસભ્ય દળની બેઠક બાદ બધુ સ્પષ્ટ થશે.
બિહાર બીજેપી કોર કમિટીની બેઠક ચાણક્ય હોટલમાં શરૂ
ઉલ્લેખનીય છે કે બિહાર બીજેપી કોર કમિટીની બેઠક ચાણક્ય હોટલમાં શરૂ થઈ છે. આ બેઠકમાં હાલના સિયાસી ઘટનાક્રમને લઈને ચર્ચા કરાશે. આ સાથે જ અહીં આગળની રાજનીતિ નક્કી કરવામાં આવશે.
બક્સરથી પરત આવ્યા નીતીશ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બક્સરમાં પોતાના કાર્યક્રમને પૂરો કરીને તેઓ પરત આવ્યા છે. બક્સરમાં તેઓએ બ્રહ્મપુરમાં બાબા બ્રહ્મેશ્વર નાથના મંદિરમાં કરાવાયેલા વિકાસ અને સૌંદર્યીકરણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું.
વિજય મંડલનું વિવાદિત નિવેદન
આરજેડીની બેઠકમાં વિજય મંડલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. અને તેમાં તેઓએ કહ્યું કે નીતિશ પલટીમાર છે, પહેલાથી ખબર હતી. તેઓ કોઈની તરફ વફાદાર નથી.
આરજેડીની બેઠક પણ ચાલી રહી છે
આ બેઠકમાં તમામના ફોન બહાર રખાવી દેવામાં આવ્યા હતા. આ બેઠક રાબડી દેવીના ઘરે રાખવમાં આવી છે. લાલુ યાદવ બેઠક માટે નીકળ્યા છે. આ સાથે જ તમામ ધારાસભ્યો સાથે બેઠક કરાશે.
નીતિશ પાછા આવશે તો અમને ખૂબ આનંદ થશે - મનોજ તિવારી
બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, 'હું નીતિશ કુમારને સારી રીતે ઓળખું છું. આરજેડીએ નીતિશ કુમાર સાથે જે રીતે વર્તન કર્યું છે તે આજે દેખાઈ રહ્યું છે. બંને વચ્ચે અંતર વધી જાય તો નવાઈ નહીં. આજે નીતીશજીને સમજાયું છે કે તેમણે ભૂલ કરી છે. અમે હંમેશા ઇચ્છતા હતા અને આજે પણ અમે નરેન્દ્ર મોદી, નીતિશ ભૈયાને સમર્થન આપવા માંગીએ છીએ. નીતીશ કુમાર હંમેશા એનડીએના સ્વાભાવિક સાથી રહ્યા છે અને જો ફરીથી આવું થશે તો અમને ખૂબ આનંદ થશે.
અમિત શાહ, નડ્ડા અને પાસવાનની બેઠક ખતમ થઈ
સામે આવી રહેલી માહિતિ અનુસાર અમિત શાહને મળ્યા નડ્ડા અને પાસવાનની બેઠક ખતમ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક 30 મિનિટ સુધી ચાલી હતી. અહીં ચિરાગ પાસવાાને એમ પણ કહ્યું કે અમારા ઘણા મુદ્દાઓને સમર્થન મળ્યું છે. મને ભરોસો છે કે સ્થિતિ જલ્દી સ્પષ્ટ થશે. અમારા મુદ્દાઓ પર જલ્દી વિચાર કરાય તે જરૂરી છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ વાત કરવાનો મતલબ નથી.
જીતનરામ માંઝીને મળ્યા સમ્રાટ ચૌધરી
બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી એનડીએના સહયોગી HAM પાર્ટીના જીતન રામ માંઝીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. બંનેની વચ્ચે શું વાતચીત થઈ તેની માહિતિ સાામે આવી નથી, શુક્રવારે જ જીતનરામ માંઝીએ નિવેદન આપતા કહ્યું કે રાજનીતિમાં કોઈ કોઈનું દોસ્ત નથી અને કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું.
અમિત શાહને મળ્યા નડ્ડા અને પાસવાન
બિહારમાં ચાલી રહેલી ઉઠક પટકની વચ્ચે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. તો સાથે જ લોક જનશક્તિ પાર્ટીના આગેવાન ચિરાગ પાસવાન પણ અમિત શાહને મળવા પહોંચ્યા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ શું કહ્યું
ભગવાનની જે ઈચ્છા હશે તે થશે... પહેલીવાર હું તેમને (નીતીશ કુમાર)ને જ અહીં લાવ્યો હતો અને આજે પણ હું તેમને લઈને આવ્યો છું.
ભાજપના નેતા રાધા મોહન રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બક્સર પહોંચ્યા ત્યારે તેમની સાથે બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન બીજેપી નેતા રાધા મોહન સિંહ બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળવા રાજભવન પહોંચ્યા છે. રાધા મોહન સિંહે કહ્યું છે કે તેઓ રાજ્યપાલને કૃષિ મેળાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા આવ્યા છે. મોતિહારીમાં દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ભાજપ જૂની ફોર્મ્યુલા પર જ નીતિશ સાથે સરકાર બનાવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે બિહાર ભાજપના નેતાઓની તાજેતરની બેઠક સંપૂર્ણપણે બિહારના રાજકીય વિકાસ પર કેન્દ્રિત હતી. આ બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય ભાજપના નેતાઓ વચ્ચે JDU સાથે હાથ મિલાવવાના ફાયદા અને ગેરફાયદા પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે જો બિહારમાં બીજેપી ફરી સરકાર બનાવશે તો તે 2020ની જૂની ફોર્મ્યુલા પર ફરી જશે, એટલે કે નીતિશ કુમાર સીએમ રહેશે અને ભાજપ પાસે બે ડેપ્યુટી સીએમ હશે. બે ડેપ્યુટી સીએમ માટે રેણુ દેવી ટોચના ઉમેદવાર છે. દાવેદારો છે, પાર્ટી હજુ બીજા ડેપ્યુટી સીએમના નામ પર વિચાર કરી રહી છે.
નીતિશને આજે રાત સુધીમાં ભાજપનો સમર્થન પત્ર મળી જશે
નીતિશ કુમારને આજે રાત સુધીમાં ભાજપનો સમર્થન પત્ર મળી જશે. ભાજપ તેના ધારાસભ્યોની સહી કરેલો પત્ર નીતિશ કુમારને આપશે.આવતીકાલે ભાજપના ગૃહના નેતા અને પાર્ટી અધ્યક્ષ પણ નીતિશ સાથે રાજ્યપાલની સામે હાજર રહેશે. સરકાર બનાવવાની ફોર્મ્યુલા 2020ની જેમ જ રહેશે જેમાં સ્પીકર પદ ભાજપ પાસે રહેશે અને બે ડેપ્યુટી સીએમ પણ ભાજપ પાસે રહેશે.
બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ પટના પહોંચતા જ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.
પટના પહોંચતા જ બીજેપીના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું કે આજે અમે આગળ શું કરવું તેના પર મંથન કરી રહ્યા છીએ. રાહુલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિના આધારે હું કહી શકું છું કે રાહુલ ગાંધીની વર્તમાન ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા છે કે પછી ભારત ગઠબંધન તોડવાની યાત્રા.









