- બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો
- દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ્દ કરાયો
- SCએ સમય પહેલા દોષિતોને છોડવાના આદેશને રદ્દ કર્યો
બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ મામલે અને 2002ના ગુજરાતના રમખાણો દરમિયાન તેમના પરિવારના 7 સભ્યોની હત્યાના 11 દોષિતોની સજામાં છૂટ આપવાને પડકાર આપતી અરજી પર સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની સમય પહેલા મુક્તિના આદેશને રદ કરી દીધો છે. 11 દોષિતોની સમય પહેલા મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
SCએ ગુજરાત સરકારનો નિર્ણય બદલ્યો
સોમવારે જસ્ટિસ બી.વી. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની સ્પેશિયલ બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે તમામ દોષિતોને આપવામાં આવેલી માફી રદ કરી દીધી હતી. ગુજરાત સરકારે ગયા વર્ષે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કર્યા હતા. હવે કોર્ટના નિર્ણય બાદ તમામ 11 દોષિતોને જેલમાં પાછા જવું પડશે. ગુજરાત સરકારના નિર્ણયને ઉલટાવીને બેન્ચે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય દ્વારા શક્તિનો પ્રયોગ સત્તા પર કબ્જો અને સત્તાના દુરપયોગનું ઉદાહરણ છે.
2002માં બિલકિસ બાનો સાથે શું થયુ હતું ?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 ભક્તોના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગ 3 માર્ચ 2002ના રોજ બિલ્કીસના પરિવાર સુધી પહોંચી હતી.તે સમયે 21 વર્ષની બિલકિસના પરિવારમાં બિલકિસ, તેની સાડા વર્ષની પુત્રી સહિત 15 અન્ય સભ્યો પણ હતા. ચાર્જશીટ મુજબ બિલકિસના પરિવાર પર ધારદાર હથિયારો વડે 20થી 30 લોકોએ હુમલો કરી દીધો હતો. જેના દોષિ ઠેરવેલા 11 લોકોનો પણ સમાવેશ થાય છે. તોફાનીઓએ બિલ્કીસ, તેની માતા અને પરિવારની અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે બધાને નિર્દયતાથી માર્યા. હુમલામાં પરિવારના 17 સભ્યોમાંથી સાતના મોત થયા હતા. છ ગુમ થયા હતા. માત્ર ત્રણ જ લોકો બચી શક્યા હતા. જેમાં બિલકીસ, તેના પરિવારનો એક વ્યક્તિ અને ત્રણ વર્ષનો બાળક સમાવેશ થાય છે. આ ઘટના સમયે બિલ્કીસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તોફાનીઓની બર્બરતા બાદ બિલ્કીસ લગભગ ત્રણ કલાક સુધી બેભાન રહી હતી.









