• તમામ 11 આરોપીઓને તત્કાલ જેલમાં પરત મોકલવાની માંગ કરી

  • 2002માં ગોધરાકાંડ પછીના તોફાનોમાં બિલ્કીસ પર સામૂહિક દુષ્કર્મ થયું હતું
  • સુપ્રીમ કોર્ટના મે મહિનાના ચુકાદા પર પુનઃવિચારણા કરવાની અરજી પણ દાખલ કરી

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદના તોફાનોમાં પોતાની સાથે સામૂહિક દુષ્કર્મ આચરનારા અને પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 આરોપીઓને સમય પહેલાં જ છોડી મૂકવામાં આવતાં તેને પડકારતાં બિલ્કીસ બાનોએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તમામ 11 આરોપીઓને તત્કાલ જેલમાં પરત મોકલવાની માંગ કરી છે. બાનોએ બીજી એક અરજીમાં સુપ્રીમ કોર્ટના 13 મેના આદેશ પર પુનઃવિચારણા કરવાની માંગ કરવામા આવી છે. આ ચુકાદામા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગેંગરેપના આરોપીઓના છુટકારા બાબતે 1992માં બનેલા નિયમ લાગુ થશે. આ નિયમના આધારે જ 11 આરોપીઓની મુક્તિ થઇ હતી. બિલ્કીસ બાનોના વકીલે કેસના લિસ્ટિંગ માટે ઝ્રત્નૈં ડીવાય ચંદ્રચૂડ સમક્ષ મામલાનો ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઈએ જણાવ્યું હતું કે તેઓ એ મુદ્દાની તપાસ કરશે કે શું આ બન્ને મુદ્દાને એકસાથે સાંભળી શકાય તેમ છે કે નહીં અને શું તેને એક જ બેન્ચ સમક્ષ સાંભળી શકાય તેમ છે કે નહીં.

13 મેના આદેશમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

નોંધનીય છે કે 13 મેના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આ કેસમાં સજા 2008માં મળી હતી તેથી આરોપીઓની મુક્તિ માટે 2014માં ગુજરાતમાં બનેલા કઠોર કાયદા લાગુ ના થઇ શકે. 1992ના નિયમ લાગુ થશે અને પ્રમાણે જ ગુજરાત સરકારે 14 વર્ષની સજા પૂરી કરી ચૂકેલા આરોપીઓને જેલમાંથી છોડી દીધા હતા. હવે બિલ્કીસ બાનો આ ચુકાદા પર પુનઃવિચારણાની માંગ કરી રહી છે અને દલીલ કરે છે કે કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો તેથી નિયમ પણ ત્યાંના જ લાગુ થાય, ગુજરાતના નહીં.


  • Follow us on: