- દ્રૌપદી મુર્મૂ NDAના ઉમેદવાર
- ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે
- દ્રૌપદી મુર્મૂનું હોવું ઓરિસ્સા માટે ગર્વની ક્ષણ
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ઝારખંડના રાજ્યપાલ રહી ચૂકેલા દ્રૌપદી મુર્મૂ NDAનો ચહેરો હશે. નામની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મુએ સૌપ્રથમ BJD (બીજુ જનતા દળ)ને સમર્થન માટે અપીલ કરી હતી. હવે આના પર બીજેડી ચીફ નવીન પટનાયકની પ્રતિક્રિયા આવી છે.
નવીન પટનાયકે કહ્યું છે કે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનું હોવું ઓરિસ્સા માટે ગર્વની ક્ષણ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે આ અંગે ચર્ચા કરી ત્યારે હું ખૂબ જ ખુશ હતો. તે દેશમાં મહિલા સશક્તિકરણ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. નવીન પટનાયકના આ નિવેદનને દ્રૌપદી મુર્મૂની અપીલ પર અંતિમ મહોર માનવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મૂ પણ ઓરિસ્સાના રહેવાસી છે. ઓરિસ્સાના મયુરભંજના આદિવાસી જિલ્લાના રાયરંગપુર ગામમાં જન્મેલા દ્રૌપદી મુર્મૂ રાજ્યપાલ તરીકે નિમણૂક થનારી ઓરિસ્સાની પ્રથમ મહિલા અને આદિવાસી નેતા છે. તેમણે 18 મે 2015 થી 12 જુલાઈ 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ છે.
2013માં તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એસટી મોરચાના સભ્ય હતા. તેઓ આ પદ પર 10 એપ્રિલ 2015 સુધી રહ્યા હતા. 2013 માં તેમણે મયુરભંજ, ઓરિસ્સાના જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2010માં તેઓ જિલ્લા પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા.
રાયરંગપુર સીટથી 9 વર્ષ ધારાસભ્ય રહી ચૂકયા છે
દ્રૌપદી મુર્મૂ રાયરંગપુર સીટ પરથી 2000 થી 2009 દરમિયાન બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે રાજ્યના પરિવહન અને વાણિજ્ય વિભાગના પ્રધાન (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા હતા. 2002 થી 2009 સુધી તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એસટી મોરચાના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2002-2004 વચ્ચે ફિશરીઝ વિભાગ અને પશુપાલન વિભાગની જવાબદારી પણ નિભાવી હતી.
કોવિંદનો કાર્યકાળ 24 તારીખે પૂરો થઈ રહ્યો છે
આપને જણાવી દઈએ કે આવતા મહિનાની 25 તારીખે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. 29મી જૂનના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થશે અને મતગણતરી 21 જુલાઈએ થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.