- મેનિફેસ્ટોમાં અધ્યક્ષ સહિત 27 સભ્યોનો સમાવેશ
- રક્ષામંત્રી રાજનાથ સિંહ કમિટીના અધ્યક્ષ
- કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ કમિટીના કન્વીનર
લોકસભા ચૂંટણીને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે. તેવામાં ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે એક મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ તેના અધ્યક્ષ છે.
મેનિફેસ્ટો કમિટીમાં અધ્યક્ષ સહિત 27 સભ્યોનો સમાવેશ
લોકસભાની ચૂંટણી માટે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. જેને જોતા રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ કરી લીધી છે. તેવામાં ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી છે. શનિવારે આ સમિતિમાં આગેવાનોના નામની જાહેરાત કરવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહ તેના અધ્યક્ષ છે.

ભાજપે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. ભાજપના દિગ્ગજ નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, નિર્મલા સીતારમણને તેના કન્વીનર અને પીયૂષ ગોયલને તેના સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. ભાજપની મેનિફેસ્ટો કમિટીમાં પ્રમુખ સહિત 27 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમણ કન્વીનર તો પીયૂષ ગોયલને કો-કન્વીનર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી હતી. આ સમિતિનું કામ મેનિફેસ્ટો તૈયાર કરવાનું છે, જેમાં કુલ 27 સભ્યોના નામ છે. આ સમિતિનું નેતૃત્વ રાજસ્થાન સિંહ કરશે, જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કન્વીનર બનાવવામાં આવ્યા છે. તેમજ પીયૂષ ગોયલને કો-કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.