- કર્ણાટકના માંડ્યામાંથી અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા
- સુમાલથા અંબરીશે કર્યા કેસરિયા
- કર્ણાટકની 25 બેઠકો પર ભાજપ લડી રહ્યું છે ચૂંટણી
કર્ણાટકના માંડ્યાથી અપક્ષ સાંસદ સુમાલથા અંબરીશે કેસરિયો કર્યો છે. તેઓ આજે ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા, કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર સહિત રાજકીય આગેવાનોની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આગામી લોકસભા ચૂંટણી માટે કર્ણાટકમાં બેઠક-વહેંચણીના કરાર મુજબ, ભાજપ રાજ્યની 28 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર ચૂંટણી લડશે અને JD(S) માંડ્યા સહિત બાકીની ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. અભિનેત્રીથી નેતા બન્યા
અગાઉ ચૂંટણી લડવા કર્યો હતો દાવો
ઉલ્લેખનીય છે કે સુમાલથા અંબરીશ અભિનેત્રી હતા. તેમણે બુધવારે કહ્યું હતું કે તે આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં અને ભાજપમાં જોડાશે. લોકપ્રિય ફિલ્મ સ્ટાર એમએચ અંબરીશની પત્ની સુમાલતાએ અગાઉ માંડ્યા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટનો દાવો કર્યો હતો. ભૂતકાળમાં તેમના સ્વર્ગસ્થ પતિ દ્વારા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. જોકે, પાર્ટીએ તેમને મનાવી લીધા અને આ સીટ JD(S)ને આપી દીધી.
પાર્ટીના નેતૃત્વએ સમર્થન ક્યારેય ન આપ્યુ- સુમલતા અંબરીશ
બીજેપીમાં જોડાવા પર, કર્ણાટકના સાંસદ સુમલતા અંબરીશે કહ્યું કે 2019 માં મારી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ JD(S) સાથે ગઠબંધનમાં હતી. હા, મને કોંગ્રેસના કાર્યકરોએ ટેકો આપ્યો હતો, પાર્ટી નેતૃત્વએ મને ક્યારેય સમર્થન આપ્યું ન હતું. અંબરીશના સમર્થકો મારી પડખે ઉભા હતા. હવે જ્યારે કેટલાક લોકો તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે મને ખબર નથી કે તે કેટલું તાર્કિક છે? (કોંગ્રેસ) નેતૃત્વએ આટલા 5 વર્ષોમાં ક્યારેય મારો સંપર્ક કર્યો નથી. હું આશા રાખું છું કે હું પાર્ટીને મૂલ્યવાન બનાવીશ અને પાર્ટી મંડ્યામાં પોતાનો આધાર મજબૂત કરશે.
માંડ્યા બેઠક પર કોણ ઉમેદવાર ?
JD(S)ના પ્રદેશ પ્રમુખ અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી હવે માંડ્યાથી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર છે. કુમારસ્વામી રવિવારે સુમાલથાને મળ્યા હતા અને ચૂંટણીમાં તેમનો સહયોગ માંગ્યો હતો.









