- કોઈપણ પરિવાર કાયદાની ઉપર નથી, કાયદો બધા માટે સમાન છે
- કોંગ્રેસ પર મુસ્લિમોને ગેરબંધારણીય રીતે અનામત આપવાનો શાહનો આરોપ
- દેશમાં બધા માટે સમાન રીતે કાયદા છે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો વિજય મળશે તેવો દાવો કર્યો હતો સાથે જ તેમણે વિપક્ષના 40 ટકા કમિશન લેવાના વિપક્ષના આરોપોને પણ નકાર્યા હતા. મુસ્લિમ અનામત મુદ્દે પણ શાહે કોંગ્રેસને સાણસામાં લીધી હતી.અમિત શાહે કહ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસે સરકારમાં રહેતા અમે ગેરબંધારણીય રીતે ચાર ટકા મુસ્લિમ અનામતની જોગવાઈ કરી હતી. અમે તેને સમાપ્ત કરીને હકદાર હોય તેવા લોકોને તે અધિકાર આપ્યો છે. કર્ણાટકની બોમ્મઇ સરકારે મુસ્લિમ અનામતને રદ કરી તેમને સામાન્ય વર્ગના ઇડબલ્યૂએસ ક્વોટામાં સામેલ કર્યા છે. અને લિંગાયત અને વોક્કાલિગા સમુદાયની અનામતમાં બે-બે ટકા ક્વોટાનો વધારો કર્યો હતો. અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે થયેલી કાર્યવાહીને પણ યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, કોઈપણ પરિવાર કાયદાની ઉપર નથી. દેશમાં બધા માટે સમાન રીતે કાયદા છે.










