ભાજપ સંસદીય બોર્ડે રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણામાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત જીત મેળવી છે. 90 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે.


જમ્મુ કાશ્મીરમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા નિરીક્ષકોની નિમણૂક

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને જમ્મુ અને કાશ્મીરમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે સંસદીય બોર્ડ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. હરિયાણાની સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

જમ્મુ-કાશ્મીમાં નેશનલ કોન્ફરન્સ ગઠબંધનનો વિજય

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ ગઠબંધને 42 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં ભાજપે 29 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલવામાં સફળ રહી છે. પાર્ટીએ ડોડા વિધાનસભા બેઠક પર જીત મેળવી છે.

હરિયાણાની જવાબદારી અમિત શાહને સોંપાઈ

હરિયાણાની વાત કરીએ તો અહીં ભાજપે ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે રાજ્યની કમાન મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીના હાથમાં રહેશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, હરિયાણામાં મુખ્યમંત્રીને લઈને કોઈ વિવાદ નથી, પરંતુ ધારાસભ્યો પર પણ ઘણું નિર્ભર છે. તેથી હરિયાણાની જવાબદારી સીધી અમિત શાહને સોંપવામાં આવી છે. બીજી તરફ ડેપ્યુટી સીએમને લઈને પણ નારાજગી સામે આવી શકે છે.

આવાજ ઉઠાવવા વાળામાં સૌથી પહેલું નામ અનિલ વિજનું હોઈ શકે છે. વિજને લઈને ચર્ચા એટલા માટે વધી ગઈ છે કે જ્યારે ભાજપે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. ખટ્ટર સરકારમાં મંત્રી હતા, પરંતુ તેમણે સૈની સરકારમાં મંત્રી બનવાની ના પાડી દીધી હતી.

અનિલ વિજે દિલ્હીમાં જેપી નડ્ડા સાથે કરી મુલાકાત

હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજ આજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમની દિલ્હી મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. વિજ ચૂંટણીમાં સાતમી વખત અંબાલા કેન્ટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિજે નડ્ડા સાથે મુલાકાત કરી અને તેમને હરિયાણામાં ભાજપની ઐતિહાસિક જીત અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા.

  • Follow us on: