• આજે કોંગ્રેસ પાસે ન તો સિદ્ધાંતો બચ્યા છે કે ન નીતિઓઃ પીએમ મોદી
  • કોંગ્રેસ ચૂંટણી જીતવા રેલી નથી કરતી ભ્રષ્ટાચારીઓને બચાવવા કરે છે
  • દેશના નાગરિકોનો નિર્ણય આગામી સેંકડો વર્ષોનું ભવિષ્ય નક્કી કરશે

PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં વિશાળ જનસભાને સંબોધતાં કહ્યું કે, આજે 6 એપ્રિલે જ ભાજપની સ્થાપના થઈ હતી અને સંયોગ જુઓ કે આજે મને પુષ્કરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બ્રહ્માજી સર્જક છે અને ભાજપ પણ નવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

દેશના નાગરિકોનો નિર્ણય આગામી સેંકડો વર્ષોનું ભવિષ્ય નક્કી કરશે

[[$googlead]]

વધુમાં, PM મોદીએ કહ્યું કે, દેશના ઈતિહાસમાં ક્યારેક એવા પ્રસંગો પણ આવે છે, જ્યારે દેશના નાગરિકોનો કોઈ નિર્ણય આગામી સેંકડો વર્ષોનું ભવિષ્ય નક્કી કરી દે છે અને 2024ની આ લોકસભા ચૂંટણી પણ આવી જ એક તક છે.

[[$alsoread]]

'નારી શક્તિ વંદન કાયદા' દ્વારા માતાઓ અને બહેનો માટે 33% અનામત

પીએમ મોદીએ કહ્યું કે, અમે ત્રણ દાયકાથી સંસદમાં પેન્ડિંગ રહેલા 'નારી શક્તિ વંદન કાયદા' દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં અમારી માતાઓ અને બહેનો માટે 33% અનામત આપ્યું છે. આજે યાદ કરો કે, આપણા દેશમાં કેટલા દાયકાઓ સુધી ચાલાકીવાળી સરકારો ચાલી છે. જેમાં ગઠબંધનની મજબૂરીઓ અને દરેકના પોતાના હિતને કારણે આ બધામાં દેશનું હિત પાછળ રહી ગયો.

કોંગ્રેસના સમયમાં કૌભાંડ અને આતંકવાદી હુમલાના સમાચારો પ્રકાશિત થતાં

કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના સમયમાં ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ આ બધાનું જીવન મુશ્કેલ બની ગયું હતું. ત્યારે દરરોજ કાં તો કૌભાંડો અથવા આતંકવાદી હુમલાના સમાચાર અખબારોમાં પ્રકાશિત થતા હતાં પણ 2014થી દેશમાં મોટો બદલાવ શરૂ થયો.

કોંગ્રેસે તેનો જુઠાણાનું પોટલું બહાર પાડ્યુંઃ પીએમ મોદી

હજી ગઈકાલે કોંગ્રેસ પાર્ટીએ તેમનું જુઠ્ઠાણાનું પોટલું બહાર પાડ્યું છે, તેનો ઢંઢેરો બહાર પાડ્યો છે. જેના દરેક પાના પર ભારતના ટુકડા થવાની ગંધ આવે છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ જ વિચારસરણી દર્શાવે છે, જે આઝાદી સમયે મુસ્લિમ લીગમાં હતી. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરો જોતાં એવું લાગે છે કે, કોંગ્રેસે બધું કોન્ટ્રાક્ટ પર આપ્યું છે, આખી કોંગ્રેસ પાર્ટી આઉટસોર્સ થઈ ગઈ છે. આજે કોંગ્રેસ પાસે ન તો સિદ્ધાંતો બચ્યા છે કે ન નીતિઓ બચી છે.

કોંગ્રેસે મુસ્લિમ લીગની છાપ ધરાવતો મેનિફેસ્ટો બહાર પાડ્યો

વધુમાં, પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ તે સમયના મુસ્લિમ લીગના વિચારો આજે ભારત પર થોપવા માંગે છે. મુસ્લિમ લીગની છાપ ધરાવતા આ મેનિફેસ્ટોનો બાકીનો ભાગ ડાબેરીઓએ કબજે કરી લીધો છે. આજે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતવા માટે રેલી નથી કરી રહી પરંતુ તે ભ્રષ્ટાચારીઓને બચાવવા રેલી કરી રહી છે.

  • Follow us on: