- PM નિવાસ સ્થાને બેઠકનો ધમધમાટ શરૂ
- જેપી નડ્ડા અને અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત
- PMના શપથ સમારોહ કાર્યક્રમને લઇ થઇ શકે ચર્ચા
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મંગળવારે જાહેર થયેલા પરિણામો બાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ શપથ સમારોહ પહેલા આજે PMના નિવાસ સ્થાને બેઠકનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે એનડીએ સરકાર ક્યારે શપથ ગ્રહણ કરશે તેને લઇને એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. પહેલા સામે આવ્યું હતું કે 8 જૂને નરેન્દ્ર મોદી શપથ લેશે. પરંતુ હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ 9 જૂને ત્રીજી વખત પીએમ પદના શપથ નરેન્દ્ર મોદી લઇ શકે છે. સાંજે 6 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ન્યૂઝ એજન્સીના હવાલે માહિતી પ્રાપ્ત થઇ છે. મંત્રી મંડળને લઇને બેઠક મળી હતી.










