• રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરાય એટલી ઓછી છે:અશ્વિની વૈષ્ણવ
  • રાહુલ ગાંધીએ હિંદુ સમાજને હિંસક ગણાવ્યો :અશ્વિની વૈષ્ણવ
  • સંસદમાં રાહુલ ગાંધી જૂઠુ બોલ્યા :અશ્વિની વૈષ્ણવ

દેશની રાજધાની દિલ્હીમાં સંસદમાં આજે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભારે વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ આપેલા હિંદુ સમાજ અંગેના નિવેદનને લઈ વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. રાહુલ ગાંધીના હિંદુ સમુદાયને આપેલા નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોનફરન્સ કરી વળતો પ્રહાર કર્યો હતા. રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુનો મુદ્દો ઉઠાવતા ભારે હોબાળો થયો હતો. 

કેન્દ્રીય રેલવે પ્રધાને જણાવ્યું કે રાહુલ ગાંધીએ હિંદુ સમાજનું અપમાન કર્યું છે. ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન ખૂબ ખરાબ છે. અશ્વી વૈષ્ણવે વિપક્ષના નેતાના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું. તેમનું કહેવું છે કે વિપક્ષના નેતાનું પદ ખૂબ જ જવાબદારીભર્યું પદ છે...રાહુલજીએ પહેલીવાર કોઈ જવાબદારી લીધી છે પરંતુ પહેલીવાર જવાબદારી લેવા છતાં તેમણે આજે ખૂબ જ બેજવાબદાર નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર

તેમણે કહ્યું કે શહીદોને કોઈ વળતર મળતું નથી, આનાથી મોટું જૂઠ કોઈ હોઈ શકે નહીં. આજે જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે સંરક્ષણ મંત્રીએ ગૃહમાં જ સ્પષ્ટ કર્યું હતું કે શહીદોને વળતર મળે છે. તેઓએ તેમની હકીકતો જોવી જોઈએ. એવું નથી કે કોંગ્રેસે પહેલીવાર સેના પર સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસે હંમેશા સેના પર આવા સવાલો ઉઠાવ્યા છે અને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

  • Follow us on: