- સમાન નાગરિકસંહિતાના અમલનું વચન, ગરીબો માટે 3 કરોડ ઘર
- 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને આયુષ્યમાન યોજનાનો લાભ
- લખપતિ દીદી યોજનાનો વિસ્તાર
લોકસભા ચૂંટણી અનુસંધાને ભાજપે આજે પોતાનું સંકલ્પપત્ર જારી કર્યું હતું. સંકલ્પપત્ર જારી કરવા માટે ભાજપે બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસ પર પસંદગી ઉતારી હતી. દિલ્હીના ભાજપ મુખ્યાલયે સંકલ્પપત્ર જારી થયું ત્યારે સંકલ્પપત્ર તૈયાર કરવા રચાયેલી સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે વિરોધપક્ષે કહ્યું છે કે કેન્દ્ર સરકારની વિદાયનું આ ઘોષણાપત્ર છે. સંકલ્પપત્રને 'ભાજપકા સંકલ્પ- મોદીકી ગેરંટી' જેવુંનામ આપવામાં આવ્યું છે.
76 પાનાના ઘોષણાપત્રમાં ભાજપે પીએમ રાશન યોજનાને પાંચ વર્ષ સુધી જારી રાખવા, 70 વર્ષથી ઉપરની વયના તમામ વૃદ્ધોને આયુષ્યમાન યોજનાનો લાભ આપવાની, લખપતિ દીદી યોજનાને વધુ ત્રણ કરોડ મહિલા સુધી પહોંચાડવાની અને 10 કરોડ ખેડૂતોને આર્થિક સહાય આપવાની વાત કરી છે.સંકલ્પપત્રમાં ગરીબો માટે 3 કરોડ ઘરનું પણ વચન આપવામાં આવ્યું છે.
તે સાથે જ સંકલ્પપત્રમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણી, સમાન નાગરિક સંહિતા જેવા સંવેદનશીલ મુદ્દે પણ વચનો અપાયા છે. આ મુદ્દાથી યુવા વર્ગ આકર્ષાઇ શકે છે. સમાન નાગરિકસંહિતાના અમલ જેવા સંવેદનશીલ મુદે પણ સંકલ્પપત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિકસંહિતાનો અમલ નહીં થાય ત્યાં સુધી મહિલાઓને સમાન અધિકાર મળી શકે તેમ નથી. ભાજપ સર્વશ્રેષ્ઠ પરંપરાઓમાંથી પ્રેરણા લઇને સમાન નાગરિક સંહિતા તૈયાર કરવા પ્રતિબદ્ધ છે. સર્વશ્રોષ્ઠ પરંપરાઓને આધુનિક જરૂરિયાત મુજબ ઢાળવામાં આવશે.
રેલવે માટે
વિશ્વકક્ષાના રેલવે સ્ટેશન ઊભા થતા રહેશે.? કવચ ટ્રેન સુરક્ષા સિસ્ટમનો વિસ્તાર.?પ્રતિ વર્ષ 5000 કિ.મી. નવી રેલવે ટ્રેન સામેલ થશે.? મેટ્રો ટ્રેન નેટવર્કનો વિસ્તાર થશે.? લાંબા અંતરની સફરને આરામદાયક બનાવવા વંદે સ્લીપર ટ્રેન શરૂ થશે.? પ્રથમ બુલેટ ટ્રેનનો વિકાસ થઇ રહ્યો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ ભારતમાં નવા કોરિડોર માટે ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરાશે.
સંકલ્પપત્રનાં મોટાં વચનો
સમાન નાગરિકસંહિતાનું વચન.? એક રાષ્ટ્ર-એક ચૂંટણીનું વચન.? સીએએ હેઠળ લોકોને અપાશે નાગરિકતા.? ગરીબો માટે 3 કરોડ ઘર ઉભા થશે.? પીએમ રાશન યોજના વધુ પાંચ વર્ષ અર્થાત 2029 સુધી જારી રાખવાનું વચન. ? 70 વર્ષથી ઉપરની વયના તમામ વૃદ્ધોને આયુષ્યમાન યોજનાનો લાભ આપવાનું વચન.? તમામ ઘરને વિનામૂલ્યે વીજપુરવઠો અને વીજળી વેચીને આવક રળવાની તક.? મુદ્રા યોજના હેઠળની લોનની રકમ રૂપિયા 10 લાખથી વધારી 20 લાખ કરવાનું વચન.? ટ્રાન્સજેન્ડર લોકોને પણ મળશે આયુષ્યમાન યોજનાનો લાભ.? વધુ ત્રણ કરોડ મહિલાને લખપતિ દીદી બનાવવા વચન.? નમો ડ્રોન યોજના હેઠળ મહિલાઓને ડ્રોન દીદી બનાવવા વચન.? મહિલાઓમને સર્વાઇકલ કેન્સરથી મુક્તિ માટે અભિયાનનું વચન.? 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ચાલુ રાખવા વચન.? ખેતી પાકોની એમએસપીમાં તબક્કાવાર વૃદ્ધિ થશે.? શ્રી અન્ન સુપર ફૂડ યોજનાને આગળ ધપાવવા વચન. બે કરોડ ખેડૂતોને થશે લાભ.? ફૂડ પ્રોસેસિંગ હબની સંખ્યા વધારાશે. રોજગાર વધશે.? પાક વીમા યોજના હેઠળ નુકસાનની તપાસ માટે આધુકિ તકનીકનો થશે ઉપયોગ.? વર્ષ 2025માં ભગવાન બિરસા મુંડા જન્મ દિવસની સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસના રૂપમાં થશે ઉજવણી ? તમિલ ભાષાને વિશ્વકક્ષાએ પ્રોત્સાહન આપવા વચન.? રેલવે, માર્ગ, હવાઇ ક્ષેત્ર અને પર્યટન ક્ષેત્રના વિકાસ માટે વચન.? ઇલેક્ટ્રીક વાહનોના સેક્ટરનો થશે વિસ્તાર.? ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનો ટેકનોલોજીના માધ્યમથી કડક અમલ.
યુવાનો માટે
સંકલ્પપત્રમાં સરકારી ભરતી પરીક્ષામાં પેપરલીકને રોકવા ઘટાડેલા કડક કાયદાનો અમલ કરવા વચન.? સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ફંડિંગનો થશે વિસ્તાર.? સરકારી ખરીદીમાં સ્ટાર્ટએપને પ્રોત્સાહન અપાશે.? મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઊભી થશે. ? ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન
મહિલાઓ માટે
મહિલા સેલ્ફ હેલ્પ જૂથોને સર્વિસ સેક્ટર સાથે જોડીને આવક વધારવા તક અપાશે.? વ્યવસાયી મહિલાઓ માટે હોસ્ટેલો ઊભી કરવા વચન.? ખેલકૂદ ક્ષેત્રમાં મહિલા ભાગીદારી વધારવા, મહિલાઓ માટે જાહેર શૌચાલયો ઊભા થશે.? નારી શક્તિ વંદન અધિનિયમનો થશે અમલ.? હેલ્પલાઇન 112ની ક્ષમતાનો થશે વિસ્તાર.