- દિલ્હીમાં બીજેપીનું વિરોધ પ્રદર્શન
- કેજરીવાલના રાજીનામાની માંગ
- જેલમાં ડ્રામા કરે છે કેજરીવાલ- મનજિન્દર સિંહ સિરસા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મુખ્યમંત્રી પદ પરથી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
જેલમાં ડ્રામા કરે છે કેજરીવાલ- સિરસા
બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ દારૂના કૌભાંડ પરથી ધ્યાન હટાવવા માંગે છે, તેઓ કહેતા રહે છે કે જેલમાંથી ઓર્ડર મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ED કસ્ટડીમાં ડ્રામા કરી રહ્યા છે.
કેજરીવાલે રાજીનામુ આપવુ પડે- સિરસા
તેમણે કહ્યું કે મેં LG અને ED ડાયરેક્ટરને લેખિત ફરિયાદ આપી છે કે તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા ખોટા પત્ર સામે કાર્યવાહી કરવામાં આવે. જે રીતે ગુંડાઓ અને ખંડણીખોરો જેલમાંથી ગેંગ ચલાવે છે તે રીતે તેઓ સીએમ ઓફિસને ઓપરેટ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલ જેવો ભ્રષ્ટ વ્યક્તિ સીએમ ન બની શકે. તેમણે રાજીનામું આપવું પડશે.









