- રામમંદિરના અભિષેક સમારંભ દરમિયાન દરેક બૂથ પર પાર્ટી કાર્યકર્તા દીપપ્રાગટય કાર્યક્રમ આયોજિત કરશે
- 543 લોકસભા ક્ષેત્રોના લગભગ 2.5 કરોડ લોકોને દર્શનની સુવિધા આપવાની ભાજપની યોજના
- બીજી જાન્યુઆરીથી રાજધાની પટનાથી 20 દિવસીય લવ-કુશ યાત્રા શરૂ થશે જે ઘણાં શહેરોમાંથી પસાર થશે
બાવીસ જાન્યુઆરી, 2024એ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. લોકો માટે અયોધ્યાની મફત યાત્રાનો પ્લાન બનાવાઈ રહ્યો છે. સાથે જ દરેક ઘરે અક્ષત (આખા ચોખા) વહેંચીને લોકોને આમંત્રિત કરવાનો પણ ઇરાદો છે. બિહાર બાબતે ભાજપે અયોધ્યા માટે 20 દિવસની લવ-કુશ યાત્રાનું આયોજન કર્યું છે. રાજકીય જાણકારોનું માનવું છે કે રાજ્યમાં મજબૂત જાતિગત સમીકરણોથી છુટકારો મેળવવા આ પગલું ભરાયું છે. આ યાત્રા બીજી જાન્યુઆરીએ રાજધાની પટનાથી શરૂ થશે અને ઘણાં શહેરોમાંથી પસાર થશે. તે દરમિયાન હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ થશે. ભગવાન રામ અને માતા સીતાના બંને બાળકો લવ અને કુશના નામે આ યાત્રાને નામ અપાયું છે. બિહાર માટે તેનો રાજકીય અર્થ પણ છે, જ્યાં આ શબ્દ કોઈરી (કુશવાહા) અને કુર્મી જાતિઓ વચ્ચે ગઠબંધન માટે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. તદ્ ઉપરાંત, ભાજપે દેશના અલગ અલગ ભાગોમાં બુકલેટ વહેંચવાનો પણ પ્લાન કર્યો છે, જેના દ્વારા એવું કહેવાશે તે રામમંદિર નિર્માણ માટે પાર્ટી દ્વારા કયાં કયાં પગલાં ભરવામાં આવ્યાં. સાથે જ તે મુદ્દે બૂથ લેવલ પર કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. બાવીશ જાન્યુઆરીએ રામમંદિરના અભિષેક સમારંભ દરમિયાન દરેક બૂથ પર પાર્ટી કાર્યકર્તા દીપપ્રાગટય કાર્યક્રમ આયોજિત કરશે.
RSS અને VHPની મહત્ત્વની ભૂમિકા










