- પીએમ મોદી આજથી સાઉથના પ્રવાસે
- લોકસભાની ચૂંટણીને લઇને કરી રહ્યા છે પ્રચાર
- તમિલનાડુના કન્યાકુમારીમાં પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કન્યાકુમારીમાં આયોજિત જનસભાને સંબોધન કરી રહ્યા છે. સાર્વજનિક કાર્યક્રમમાં પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા ઇન્ડિ. ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
ઇન્ડિ.ગઠબંધનના નામે સ્કેમની લિસ્ટ બહુ લાંબી- પીએમ મોદી
પીએમ મોદી સંબોધન કરતા જણાવ્યું કે તમિલનાડુમાં બીજેપીનુ પ્રદર્શન આ વખતે ડીએમકે અને કોંગ્રેસના ઇન્ડિ. ગઠબંધનનો ઘમંડ તોડી નાંખશે. ઇન્ડિ. ગઠબંધન ક્યારેય તમિલનાડુને વિકસિત બનાવી નહી શકે. આ લોકોની હિસ્ટ્રી ગોટાળા વાળી છે. આ લોકોની રાજનીતિનો આધાર લોકોને લૂંટવા માટે સત્તામાં આવવાનો છે. એક તરફ બીજેપીની કલ્યાણકારી સ્કીમ હોય છે તો બીજી તરફ આ લોકોના કરોડોના સ્કેમ હોય છે. અમે ઓપ્ટિકલ ફાઇબર અને ફાઇવ જી આપ્યા. અમારા નામે ડિઝિટલ ઇન્ડિયા સ્કીમ છે. જ્યારે ઇન્ડી. ગઠબંધનના નામે લાખો કરોડોના ટુજી સ્કેમ છે. બીજેપીએ મોટી સંખ્યામાં એરપોર્ટ બનાવ્યા. ઇન્ડિ.એલાન્યસના નામે દેશની સુરક્ષા સાથે રમત રમનારા હેલિકોપ્ટર સ્કેમ છે. ઇન્ડિ એલાયન્સ પાસે સીડબલ્યુજી સ્કેમ છે. ઇન્ડિ ગઠબંધનના માથે અનેક સ્કેમ છે. આ સ્કેમની લિસ્ટ બહુ લાંબી છે. આ જ ઇન્ડિ .ગઠબંધનની સચ્ચાઇ છે.
કન્યાકુમારીએ બીજેપીને પ્રેમ આપ્યો- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે કન્યાકુમારીએ બીજેપીને પ્રેમ આપ્યો છે. એટલે જ ડીએમકે ગઠબંધન કન્યાકુમારીના લોકોને સજા આપવાનો કોઇ મોકો નથી છોડતી. 30 વર્ષ પહેલા નોર્થ સાઉથ કોરિડોરની આધારશિલા વાજપેયીએ મૂકી હતી. પરંતુ આ લોકોએ તેનુ કામ આટલા વર્ષો સુધી પડતુ મુક્યુ. 2014માં અમારી સરકાર આવી અને તે કામ પૂર્ણ કર્યુ. ફોર લેન રોડ પણ અહીંની સરકાર બનાવતી ન હતી. અમે ફંડ વધાર્યુ ત્યારે કામ શરૂ થયુ. કન્યાકુમારીના લોકો ફ્લાય ઓવર માટે વર્ષોથી માંગ કરતા હતા પણ ઇન્ડિ. ગઠબંધને સાંભળ્યુ નહી. બીજેપી કેન્દ્રમાં આવી ત્યારે આ કામ પણ પૂર્ણ થયુ. હવે બીજેપી સરકાર કામ કરી રહી છે.









