• વિપક્ષી INDIA ગઠબંધનની બેઠકનો આજે બીજો દિવસ
  • ગઠબંધનની 13 સભ્યોની સમન્વય સમિતિની જાહેરાત
  • વિપક્ષી એકતા પર રાહુલ ગાંધીએ કર્યું મહત્વનું નિવેદન 

મુંબઈમાં ગુરુવારે શરૂ થયેલ વિપક્ષી INDIA ગઠબંધનની બેઠકનો આજે બીજો દિવસ છે. INDIA ગઠબંધનના નેતાઓની આજે થનારી બેઠકમાં ગઠબંધનના કન્વીનરનુ નામ જાહેર કરવામાં આવશે. આ પહેલા INDIA ગઠબંધનની 13 સભ્યોની સમન્વય સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 13 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો બેઠકમાં રાહુલ ગાંધીએ વિપક્ષી એકતાને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું છે કે અમે આ બેઠકમાં કેટલાંક મોટા પગલાં લીધા છે. જે પણ પક્ષો INDIA ગઠબંધન સાથે છે તે ભાજપને હરાવવા માટે છે. આ મંચ પર જે પક્ષો છે તે દેશની 60% જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે હવે બેઠકોની વહેંચણીની ચર્ચા કરવામાં આવશે. વિપક્ષ એક થઈ જશે તો ભાજપનુ જીતવું અસંભવ છે. વિકાસમાં અમે ખેડૂતો અને ગરીબોને સાથે લઈને ચાલીશુ.

કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારની કેદમાં છે અને પીએમનો એક ઉદ્યોગપતિ સાથે જોડાણ છે જેનું નામ બધા જ જાણીએ છીએ. INDIA ગઠબંધન ભાજપ અને તેમના ભ્રષ્ટાચારોની સામે લડશે. મને વિશ્વાસ છે કે ગઠબંધન ભાજપને હરાવશે અને અહી હાજર તમામ નેતાઓ મતભેદો ભુલાવીને એક સાથે આવ્યા છે.

ચીનને લઈને નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું લદાખ ગયો હતો અને પેંગોંગ લેક પણ ગયો હતો. લદાખમાં ચીને કબજો જમાવ્યો છે મેં જોયો છે. લદાખમાં દરેક વ્યક્તિ જાણે છે કેન્દ્ર સરકાર શું કરી રહી છે

રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે પીએમ મોદી G20 કરાવી રહ્યા છે. આ ભારતની ઈજ્જતનો મુદ્દો છે. અદાણી મામલે પીએમ મોદીએ તપાસ કરાવવી જોઈએ. જો તેઓ તપાસ નહિ કરાવે તો દેશને ખબર પડી જશે કે કેમ નથી કરાવતા. ભાજપ ભારતના ગરીબ લોકો પાસેથી પૈસા લઇ લઈને કેટલાંક અમીર લોકોને આપે છે.


  • Follow us on: